નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લાં બે મહિનાથી યોજી શકાઇ નથી. ત્યારે હવે આ બેઠક હવે આગામી તા. 15 જૂન, 2021 ના રોજ યોજવામાં આવશે.’

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી-મંત્રીમંડળના સભ્યો, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ભાજપના તમામ ધારાસભ્યો, પ્રદેશ મહામંત્રીઓ તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડના હોદ્દેદારો ભાગ લેશે.’

આ બેઠકમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રજા આરોગ્યલક્ષી કામગીરી તેમજ તાઉ-તે વાવાઝોડા દરમિયાનની રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં પરંતુ આવનારા સમયમાં ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર ખૂબ ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરવા અંગેની વિસ્તૃત કાર્ય યોજનાની પણ આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરાશે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર પરની તૈયારીઓનું કરાશે પ્રેઝન્ટેશન
તેઓએ કહ્યું કે, ‘કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન પણ તા. 15 મી જૂને યોજાનારી આ બેઠકમાં કરવામાં આવશે.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- 7 લાખ સુધી ટેક્સ નહિ, તો પછી 3-6 લાખ પર 5% ટેક્સ? દૂર કરો કન્ફ્યુઝન
- રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી
- અમેરિકામાં બર્ફિલા તોફાનના કારણે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી
- મોટો નિર્ણય / રાજ્યના સરકારી ગોડાઉનમાં નહિ થાય અનાજની ચોરી, સરકાર લગાવશે 6 હજાર જેટલા CCTV કેમેરા
- કરો કંકુના / રાજસ્થાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્ન, લગ્ઝરી હોટલ- ગાડીઓ બુક