GSTV
Gujarat Government Advertisement

ભાજપમાં કકળાટ વચ્ચે 3 APMCનો ચાર્જ સરકારે વહીવટદારને સોપી દીધો, લોકસભા પણ નડી

Last Updated on May 1, 2019 by Alap Ramani

ગુજરાતના મહેસાણા જિલ્લાની ઊંઝા, નર્મદા જિલ્લાની ગરુડેશ્વર અને બનાસકાંઠા જિલ્લાની થરા કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં વહીવટદારની નિમણૂક કરવાની જાહેરાત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક જાહેરનામું બહાર પાડીને કરી છે.

વહીવટદારની નિમણૂક થયા પછી તેઓ નવી ચૂંટાયેલી સમિતિ સંસ્થાનો વહીવટ સંભાળે ત્યાં સુધી અથવા તો નિમણૂકની તારીખથી એક વર્ષ સુધીનો સમયગાળો પૂરો થાય તે અને તેમાંય વળી જે વહેલો પૂરો થતો હોય તે સમયગાળા દરમિયાન ચૂંટણી કરાવી દઈને વહીવટદારોએ તેનો કારોબાર સમિતિઓને સોંપી દેવાનો રહેશે.

સમગ્ર કાર્યવાહી આચારસંહિતાને કારણે અટકી પડી

આ ત્રણ બજાર સમિતિની મુદત પૂરી થઈ ગઈ હતી. તેમાં ચૂંટણી કરવાની પ્રક્રિયાનો પણ આરંભ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીની ૧૦મી માર્ચે જાહેર થઈ જતાં સમગ્ર કાર્યવાહી આચારસંહિતાને કારણે અટકી પડી હતી. હવે લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી એપીએમસીની ચૂંટણી થશે.

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!