GSTV
ANDAR NI VAT

ભાજપ સરકારે નહેરૂના બદલે સાવરકરને લીધા, જવાહરલાલ નહેરૂનો એકડો કાઢી નાખ્યો

કર્ણાટક સરકારે ‘હર ઘર ત્રિરંગા’ની જાહેરખબરમાં દેશના પહેલા વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ નહેરૂનો એકડો કાઢી નાખતાં વિવાદ થયો છે. કર્ણાટક સરકારે મોદીના ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન અંગેની અખબારોમાં આપેલી જાહેરખબરમાં આઝાદીની લડતમાં ભાગ લેનારા સ્વતંત્રતા સેનાનીઓની તસવીરો મૂકી હતી.

રાજ્ય સરકારની આ જાહેરખબમાં નેહરુ ગાયબ હતા જ્યારે વિનાયક સાવરકરનો સમાવેશ કરાયો હતો. વીર સાવરકરને આઝાદીની લડતના લડવેયા ગણાવીને નહેરૂની અવગણના કરવા બદલ કોંગ્રેસે તો ટીકા કરી જ છે પણ સોશિયલ મીડિયા પર પણ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. સાવરકરને મહાન ચિતરવા માટે નહેરૂ સહિતના નેતાઓની અવગણના કરીને ભાજપ પણ કોંગ્રેસ જેવી જ ગંદી રમત રમી રહી હોવાની ટીકા લોકો કરી રહ્યાં છે.

કર્ણાટકમાં મેંગલુરૂના સુરતકલ ચોકનું નામ સાવરકર ચોક કરવા સામે વિરોધ થઈ રહ્યો છે ત્યારે જ કર્ણાટક સરકારની આ હરકત સામે આવી છે. ઈતિહાસના નિષ્ણાતો પણ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાંઝલિની જાહેરખબરમાં નહેરૂની તસવીર કાઢી નાંખવાને કિન્નાખોરી અને અત્યંત છિછરી હરકત ગણાવી રહ્યા છે.

Related posts

રાજસ્થાનમાં પણ કોંગ્રેસ માટે પંજાબ જેવી સ્થિતિનું નિર્માણ થવાનો ખતરો

Hemal Vegda

ગુજરાતની ચૂંટણીને ભાજપ વિરૂદ્ધ આપનો રંગ આપવામાં અરવિંદ કેજરીવાલ સફળ

Hemal Vegda

આરજેડી સત્તામાં આવતા લાલુની તબિયત સુધરીઃ ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકતા માટે દોડાદોડી શરૂ કરી

Damini Patel
GSTV