GSTV
Gujarat Government Advertisement

ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવા ઘડી આ રણનીતિ

Last Updated on September 14, 2018 by

મગફળી કાંડ, ટેકાના ભાવ, પાક વીમો, સિંચાઈ માટે પાણી જેવા ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારને ગૃહની અંદર અને બહાર ઘેરવાની રણનીતિ ઘડી છે. 18મી તારીખે બે દિવસના વિધાનસભાનાં પહેલા દિવસે વિધાનસભાનો ઘેરાવ કરવાની કોંગ્રેસે રણનીતિ ઘડી છે. જેમાં કોંગ્રેસના ગુજરાતભરના કાર્યકરો, પદાધિકારીઓ અને ધારાસભ્યોથી લઈને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પોતાની તાકાત બતાવશે. એક રીતે કોંગ્રેસ વિધાનસભાનાં ઘેરાવના નામે 2019ની લોકસભાની ચૂંટણી માટે પોતાનું શક્તિ પ્રદર્શન કરશે.

ગુજરાત પ્રદેશના પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં ગુજરાતનાં કોંગ્રેસના ધારાસભ્યો અને રાજ્યસભાનાં સાંસદોની એક સંયુક્ત બેઠક મળી હતી. વિધાનસભાનાં આગામી દિવસોમાં મળનારા બે દિવસનાં સત્ર દરમિયાન ભાજપ સરકારને વિધાનસભા ગૃહની અંદર અને બહાર ઘેરવાની રણનીતિ આ બેઠકની અંદર ઘડવામાં આવી હતી.

રણનીતિને અમલમાં મુકવા માટે ધારાસભ્યોને ચોક્કસ જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જે તે ધારાસભ્યોને તેના મતવિસ્તારમાં આવતી કોંગ્રેસ શાસિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખને સાથે રાખીને વિધાનસભાનો ઘેરાવને સફળ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્યોને પોતાનાં વિસ્તારમાંથી ખેડૂતોને પણ ગાંધીનગર સુધી લાવવાની જવાબદારી પણ સોંપાઈ છે. 18મીએ કોંગ્રેસના તમામ ધારાસભ્યો, કાર્યકરો અને ચૂંટાયેલા તમામ સભ્યો સવારે 9 વાગે સત્યાગ્રહ છાવણી એકઠા થશે અને વિધાનસભાનો ઘેરાવ કરવા નિકળશે.

થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસ પ્રમુખ અને ત્રણ ધારાસભ્યો વિરોધ કરવામાં નિષ્ફળ ગયા હતા અને પોલીસ કાફલા સામે સરેન્ડર થઈ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો ત્યારે 18મીના વિધાનસભા ઘેરાવની કરેલી જાહેરાત કેટલી સફળ થાય છે તે જોવુ રહ્યું.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!