GSTV
Gujarat Government Advertisement

વિકાસની લ્હાયમાં 6.5 લાખ વૃક્ષોનું નિકંદન, રૂપાણી સરકારે ખંખેરી લીધા હાથ

Last Updated on October 14, 2019 by Mansi Patel

મુંબઇ મેટ્રોટ્રેન માટે આરે કોલોનીમાં વૃક્ષો કાપતા એટવો વિવાદ થયો કે,મામલો છેક સુપ્રિમકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે,ગુજરાતમાં ય વૃક્ષો કાપવાએ નવી વાત રહી નથી. વિકાસની લ્હાયમાં ખુદ ભાજપ સરકારે જ છેલ્લા પાંચ વર્ષમાં 6,51,403 વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખ્યુ છે.નવાઇની વાત તો એછેકે,મેટ્રોટ્રેન,સ્ટેટ હાઇવે સહિતના પ્રોજેક્ટ માટે લીલા વૃક્ષો કાપવા ખુદ સરકારે જ મંજૂરી આપી હતી. 

વિકાસની દોડમાં અગ્રેસર રહેવાની લ્હાયમાં ગુજરાત સરકારે પર્યાવરણનો જરાય ખ્યાલ રાખ્યો નથી.અમદાવાદમાં હાલમાં મેટ્રોટ્રેનનુ કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ શહેરમાં જ 30 હજારથી વધુ લીલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. ખુદ રાજ્ય સરકાર જ આ વાત કબૂલી ચુકી છે. વૃક્ષો બચાવોના સૂત્રો ગજવતી ભાજપ સરકાર જ લીલા વૃક્ષો કાપવા પાછલા બારણે મંજૂરી આપી રહી છે. વર્ષ 2017-18માં જ રાજ્ય સરકારે જૂનાગઢમાં16224, નવસારીમાં 19271, સુરતમાં 23673, તાપીમાં 20177, ભરૂચમાં 13630, વલસાડમાં 21789 વૃક્ષો કાપવા સરકારે મંજૂરી આપી હતી.

આ જ સરકારે અમદાવાદમાં ય આ જ વર્ષમાં એકે ય ઝાડ કાપવા મંજૂરી આપી ન હતી.પણ વર્ષ 2016-17માં અમદાવાદમાંથી કુલ 12700 લીલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતાં. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ લીલા વૃક્ષો કાપી નંખાયા છે. એક બાજુ,રાજ્ય સરકાર પર્યાવરણ બચાવોની સુફિયાણી વાતો કરે છેને,બીજી તરફ, આ જ સરકાર લીલા વૃક્ષોનો ખો કાઢી રહી છે.

આંખે ઉડીને વળગે તેવી વાત તો એછેકે, રાજ્ય સરકારે લીલા વૃક્ષો કાપવા પાછળના કારણોમાં એવો બચાવ કર્યો છેકે, રીઢા ગૂનેગારો લીલા વૃક્ષો કાપીને લઇ જાય છે. આ ઉપરાંત માલિકીની જમીનમાંથી સૌથી વધુ લીલા વૃક્ષો કપાય છે. ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોય એટલે વૃક્ષો કાપી નાંખે છે.  સાથે સાથે એવુ કારણ દર્શાવાયુ છેકે, લોકોને વૃક્ષો કાપવા માટેની પરવાનગી વિશે જાણકારી જ નથી. આમ,સરકારે ઉસકી ટોપી,ઉસકે સર કહીને આ મામલે હાથ ખંખેરવા પ્રયત્નો કર્યાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટી રાહત: GTUના તમામ PG-Ph.D કોર્સમાં હવેથી ટકાવારી મુજબ સ્કોલરશિપ અપાશે

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે જાણવા જેવું: સરકાર વિદ્યાર્થીઓને પાસ તો કરશે, પણ માર્કશિટમાં પાછળના ભાગે આવું લખાયેલું આવશે

Pravin Makwana

ખાનગીકરણ/ આ બેંકોમાં પોતાનો 51%નો હિસ્સો વેચશે સરકાર, જાણો બેંકકર્મીઓ અને ગ્રાહકોનું શું થશે?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!