GSTV

ભાજપને અધધધ 742 કરોડ રૂપિયા ખાલી દાનમાં મળ્યા, બસપાને કોઈનો એક મહિનાનો પગાર હોય તેટલું જ…

વર્ષ 2018-19 દરમિયાન ભાજપને 742 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું જ્યારે આ જ સમયગાળામાં કોંગ્રેસને 148 કરોડ રૂપિયા મળ્યા હતા. આ જાણકારી ચૂંટણી પંચ સમક્ષ આ રાજકીય પાર્ટીઓએ આપેલી માહિતીના આધારે બહાર આવી છે. જે પણ રાજકીય પક્ષોને દાન મળ્યું છે તેમાં ભાજપ ટોચના સ્થાને છે અને આ રકમ વધી પણ રહી છે.

કોંગ્રેસના દાનમાં પણ વધારો

જેમ કે 2017-18 દરમિયાન ભાજપને 437.04 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું જે હવે 2018-19 દરમિયાન વધીને 742.15 કરોડ રૂપિયા થઇ ગયું છે, એટલે કે આશરે 70 ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે કોંગ્રેસને 2017-18માં 26 કરોડ રૂપિયાનું જ દાન મળ્યું હતું તે 2018-19માં વધીને 148.58 કરોડ રૂપિયા થયું છે. કોંગ્રેસના દાનમાં વધારો થયો છે પણ ભાજપને સૌથી વધુ દાન મળ્યું છે.

બસપાને 20 હજારથી વધુ નથી મળ્યું

એડીઆર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર ભાજપને 698.092 કરોડ રૂપિયાનું દાન કોર્પોરેટ અને બિઝનેસ સેક્ટર પાસેથી મળ્યું છે જ્યારે 2741 લોકોએ આશરે 41.70 કરોડ રૂપિયા ભાજપને આપ્યા છે, એનો મતલબ એ થયો કે ભાજપને ઉધ્યોગપતિઓ પાસેથી સૌથી વધુ દાન મળ્યું છે. તેવી જ રીતે કોંગ્રેસને કોર્પોરેટ અને બિઝનેસ સેક્ટર પાસેથી 122.5 કરોડ અને જ્યારે 25.39 કરોડ રૂપિયા વ્યક્તિગત રીતે દાન કરનારા 482 લોકો પાસેથી મળ્યા છે. બસપાએ જણાવ્યું હતું કે તેને 20 હજારથી વધુનું દાન આ સમયગાળામાં નથી મળ્યું.

READ ALSO

Related posts

9 રાજ્યોએ લોકડાઉનમાં દારૂના વેચાણની માગી મંજૂરી, આ સરકાર તો હોમ ડિલીવરી આપશે

Mayur

14 એપ્રિલ બાદ આ જિલ્લાઓમાંથી લોકડાઉન હટાવી શકે છે સરકાર, 31 મે સુધી આ જગ્યાઓ પર પાબંધીના એંધાણ

Mayur

કોરોનાના દર્દીઓની સેક્સ લાઈફ બગડશે, સંભોગ સમયે નહીં કરી શકે આ વસ્તુઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!