આવતીકાલ, 10 માર્ચે પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા ભાજપને આસામમાંથી સારા ન્યૂઝ મળ્યા છે. આસામમાં નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થયો છે. 80માંથી 74 નગર પાલિકાઓ પર ભાજપે કબ્જો કર્યો છે. જ્યારે કોંગ્રેસના ભાગે માત્ર એક નગર પાલિકા આવી છે. ભાજપની સહયોગી અસમ ગણ પરિષદ પાર્ટીને બે નગર પાલિકામાં જીત મળી છે. અન્ય બે નગર પાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે.

આસામમાં નગર પાલિકાના 80 બોર્ડ છે અને કુલ 920 વોર્ડનો સમાવેશ થાય છે. કુલ મળીને 2532 ઉમેદવારો ચૂંટણીમાં હતા. દરમિયાન મતગણતરી બાદ પરિણામો જાહેર થઈ રહ્યા છે અને આસમમાં ભાજપનું વર્ચસ્વ યથાવત હોવાનું પરિણામો કહી રહ્યા છે.
Read Also
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ