GSTV
Gujarat Government Advertisement

ડોનેશન/ ભાજપને કોંગ્રેસ કરતાં 5 ગણું મળ્યું દાન, ચૂંટણીમાં બેઠકોની જેમ રૂપિયા ઉઘરાવવામાં પણ કોંગ્રેસ પડ્યું પાછળ

ભાજપ

Last Updated on June 10, 2021 by Bansari

ભાજપ અને કોંગ્રેસ દેશની સૌથી બે રાજકીય પાર્ટીઓ છે. બંને પાર્ટીઓને જોકે લોકસભાની ગત ચૂંટણીમાં મળેલી બેઠકોમાં ઘણુ અંતર છે અને તેવુ જ પાર્ટીઓને મળી રહેલા દાનની રકમમાં પણ છે. છેલ્લા સાત વર્ષથી ભાજપ ડોનેશન મેળવવામાં કોંગ્રેસથી આગળ છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, 2019-20માં પાર્ટીને 750 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. જે કોંગ્રેસ પાર્ટીને મળેલા 139 કરોડ રૂપિયાના ફંડ કરતા પાંચ ગણું વધારે છે.

ગુજરાત

કોણે ભાજપને આપ્યુંં સૌથી વધુ દાન

આ એક વર્ષના સમયગાળામાં એનસીપીને 59 કરોડ, ટીએમસીને 8 કરોડ, સીપીએમને 19.6 કરોડ રૂપિયા અને સીપીઆઈને 1.9 કરોડ રૂપિયાનુ દાન મળ્યું છે. ભાજપને સૌથી વધુ દાન આપનારાઓમાં ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરની જ્યુપિટર કેપિટલ, આઈટીસી ગ્રૂપ, મેક્રોટેક ડેવલપર્સ, પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ, બીજી શિર્કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ સામેલ છે.

નાણાકીય વર્ષ 2019-20માં એકલા પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ફંડ દ્વારા ભાજપને 217 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે. જ્યારે જનકલ્યાણ ટ્રસ્ટ થકી ભાજપને 45 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યુપિટર કેપિટલે 15 કરોડ, આઈટીસી ગ્રૂપે 76 કરોડ, મેક્રોટેક ડેવલપર્સે 21 કરોડ રૂપિયા ભાજપને દાન આપ્યુ છે. બી જી શિર્કે કન્સ્ટ્રક્શ કંપનીએ 35 કરોડનું ફંડ આપ્યું છે.

ભાજપ

ભાજપને મળ્યું 750 કરોડથી વધુ દાન, રિપોર્ટમાં માત્ર 20 હજાર

ઓક્ટોબર 2019માં ભાજપને રિયલ એસ્ટેટ કંપની ગુલમર્ગ રિયલ્ટર્સ તરફથી 20 કરોડ રૂપિયાનુ દાન મળ્યું હતું. એ પછી ઈડીએ જાન્યુઆરી 2020માં આ કંપની પર દરોડા પાડ્યા હતા. ભાજપને દાન આપનારામાં 14 શૈક્ષણિક સંસ્થાઓ પણ સામેલ છે. જ્યારે હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પાંચ લાખ, રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખરે બે કરોડ રૂપિયા, અરૂણાચલ પ્રદેશના સીએમ પ્રેમા ખાંડુએ 1.1 કરોડ રૂપિયા અને કિરણ ખેરે 6.8 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

જોકે દાનની કુલ રકમ 750 કરોડ કરતા વધારે હોઈ શકે છે. કારણકે રિપોર્ટમાં માત્ર 20,000 રૂપિયાથી વધારે દાનનું જ રજિસ્ટ્રેશન કરાતું હોય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

LJP માં મચેલી ધમાસાણ બાદ પટનામાં હોબાળો, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવતા જ ચિરાગએ પાંચેય સાંસદોને કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt

રસીકરણ/ કોરોના રસી લેવા માટે હવે નહીં કરાવવુ પડે ઓનલાઇન રજીસ્ટ્રેશન, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો સીધા જ સેન્ટર પર જઇને લઇ શકશે વેક્સિન

Bansari

અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓ પર સૌથી મોટી કાર્યવાહી, ફક્ત બે દિવસમાં 172નો બોલાવ્યો ભુક્કો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!