GSTV
Home » News » જોનપૂરની બેઠક કબ્જે કરવા ભાજપે બોલિવુડના સુપરસ્ટારને ઉતાર્યો મેદાનમાં

જોનપૂરની બેઠક કબ્જે કરવા ભાજપે બોલિવુડના સુપરસ્ટારને ઉતાર્યો મેદાનમાં

ભોજપુરી સુપરસ્ટાર અને બીજેપીના નેતા રવિ કિશનને ગોરખપૂરથી ટિકિટ આપવામાં આવી છે. રવિ કિશન થોડા દિવસ પહેલા ભોજપુરી સિંગર નિરહુઆ ( દિનેશ લાલ યાદવ)ની સાથે મુખ્યંત્રી આવાસ પર યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ સમયે બંને કલાકારોએ ચૂંટણી લડવા પર મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.

ત્યારે હવે રવિ કિશનને ભારતીય જનતા પાર્ટીની ગોરખપૂર સીટથી ટિકિટ આપવામાં આવી છે. ભોજપૂરી સ્ટારે ફિલ્મો સાથે પોતાની રાજનૈતિક ઈનિંગની શરૂઆત કોંગ્રેસ પાર્ટી સાથે રહીને કરી હતી. રવિ કિશને 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જોનપૂરથી ચૂંટણી લડી હતી. જેમાં તેને માત્ર 42,759 મત મળ્યા હતા. જે પછી 2017માં તેણે બીજેપી જોઈન કરી હતી. ત્યારે હવે ભાજપની ટિકિટ પરથી તે પોતાની કિસ્મત અજમાવશે. જણાવી દઈએ કે કોંગ્રેસે એક તરફથી નોર્થ મુંબઈની સીટ પરથી અભિનેત્રી ઉર્મિલા માતોડકરને ઉતારી છે ત્યારે ભાજપ પણ સુપરસ્ટાર્સની લોકપ્રિયતાના દમ પર ચૂંટણી જીતવાની મથામણમાં લાગી ચૂક્યું છે.

આજ કારણે લોકપ્રિય ચહેરાને પ્રમોટ કરતાં ભાજપે ભોજપૂરી સુપરસ્ટાર રવિ કિશનને ટિકિટ આપી છે. રવિ કિશનનું ગામ પણ જોનપુર છે. આમ છતાં 2014માં કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી લડતા મોદી લહેરમાં તે વિજય નહોતા પામી શક્યા. હવે યુવાઓમાં લોકપ્રિય એવા રવિ કિશન અને નિરહુઆને ટિકિટ આપી ભાજપ ઉત્તર પ્રદેશની બે સીટ પર જીતની મહોર મારવા માગે છે. જો કે આ આશ્ચર્યની વાત નથી. સુપરસ્ટાર્સને ઉત્તર પ્રદેશની સીટ પરથી મેદાનમાં ઉતારવા માટે ભાજપ આ પહેલા પણ રાજનીતિક ગેમ રમી ચૂકી છે. 2014માં બીજેપીએ ભોજપૂરી સિંગર અને એક્ટર મનોજ તિવારીને ટિકિટ આપી લોકસભા સુધી પહોંચાડ્યા હતા. હવે આ વખતે નિરહુઆ અને રવિ કિશનને મેદાનમાં ઉતારી ભાજપ ઉત્તર પ્રદેશની લોકસભા સીટ પર જીતનો સ્વાદ ચાખવા માગે છે.

જણાવી દઈએ કે ભોજપુરી સિવાય રવિ કિશન બોલિવુડની પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. જેમાં તેણે ગત્ત વર્ષે રિલીઝ થયેલી અનુરાગ કશ્યપની ફિલ્મ મુક્કાબાજમાં અભિનય કર્યો હતો. આ પહેલા તે લક સહિતની ફિલ્મોમાં સંજય દત્ત જેવા સુપરસ્ટાર સાથે પણ નજર આવી ચૂક્યો છે પણ તે બોલિવુડમાં ફ્લોપ સાબિત થતાં ફરી ભોજપૂરી ફિલ્મોની વાટ પકડી હતી.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસ ઊંઘતી ઝડપાઈ, દારૂના ભઠ્ઠા પર જનતાએ કરી મેગા ડ્રાઈવ

Nilesh Jethva

રાહુલ ગાંધી પોતાની પાર્ટીને જ સંભાળી નથી શકતા, દેશ કેવી રીતે ચલાવશે: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે

Mansi Patel

અમદાવાદ : ઔડાના જૂઠાણાંની પોલ ખુલ્લી પડી, સમારકામના નામે થીગડાબાજી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!