GSTV
Rajkot Trending Uncategorized ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાને આ સમાજના તમામ મતો અંકે કરવાની જવાબદારી સોંપાઈ

BJP

લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજના મત અંકે કરવા ભાજપે ખાસ રણનીતિ ઘડી છે. જે અંતર્ગત માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન કરી દક્ષિણ ગુજરાતની લોકસભાની બેઠકો પર કબ્જો કરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરાશે.

સાફ છે કે કુંવરજી બાવળિયાએ હાલમાં જ જસદણમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાનો પરચો બતાવી જંગ જીતી લીધી હતી. કુંવરજી બાવળિયાએ અવસર નાકિયાને માત્ર હરાવ્યા નહોતા, પરંતુ તેમના વિસ્તારમાંથી પણ વધારે મતો મેળવ્યા હતા. જેથી એક વસ્તુ સ્પષ્ટ છે કે કુંવરજી બાવળિયાનું કોળી સમાજમાં પક્ષપલ્ટા બાદ પણ કદ માપસરનું જ રહ્યું છે.

પેટા ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસે કેન્દ્રના નેતાઓને પણ જસદણમાં મોકલ્યા હતા પરંતુ કુંવરજી સામે તેમની એક પણ નહોતી ચાલી. કુંવરજીના આ કદનો લાભ લેવા માટે અને આગામી લોકસભા ચૂંટણીમાં મતો અંકે કરવા કોળી સમાજને પોતાના પલડામાં ખેંચવું ફરજીયાત છે. જેથી આ જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ

Nakulsinh Gohil

અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

Hardik Hingu

Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા

Nakulsinh Gohil
GSTV