GSTV
Home » News » લોકસભામાં જવલંત વિજય શિવરાજસિંહને ફળ્યો, પાર્ટીમાં સોપાઈ મોટી જવાબદારી

લોકસભામાં જવલંત વિજય શિવરાજસિંહને ફળ્યો, પાર્ટીમાં સોપાઈ મોટી જવાબદારી

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા શિવરાજસિંહ ચૌહાણને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપાઈ છે. શિવરાજસિંહને પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનના પ્રમુખ બનાવાયા છે. એવામાં હવે શિવરાજસિંહ ચૌહાણની આગેવાનીમાં દેશભરમાં ભાજપના સદસ્યતા અભિયાનને આગળ વધારાશે. ગુરુવારે નવી દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્ય પ્રમુખોની બેઠક મળી હતી. જેમાં અમિત શાહે શિવરાજસિંહને આ મહત્વની જવાબદારી સોંપી છે.

અમિત શાહે જે રાજ્યોમાં ભાજપની સ્થિતિ નબળી છે એવા રાજ્યોમાં સદસ્યતા અભિયાન માટે ખાસ ધ્યાન રાખવા કહ્યું.. એવામાં હવે શિવરાજસિંહ ચૌહાણ ફરી એક વખત મુધ્ય ધારામાં આવી ગયા છે. ત્યારે આવનારી ચૂંટણીઓમાં રાષ્ટ્રીય સ્તર પર શિવરાજસિંહની ભૂમિકા પાર્ટીમાં મહત્વની બની રહેશે.

લોકસભા ચૂંટણીમાં પાર્ટીને પ્રચંડ જીત અપાવ્યા બાદ અમિત શાહે ભાજપના સાંગઠનિક મામલાના પ્રભારી નેતાઓની સાથે પાર્ટી મુખ્યાલયમાં બેઠક કરી. આ બેઠકમાં જે.પી.નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, વસુંધરા રાજે, ઉમા ભારતી, દિલીપ ઘોષ, વિનય સહસ્ત્રબુદ્ધે સહિતના ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહપ્રધાન બન્યા બાદ અટકળો હતી કે અમિત શાહ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડી દેશે.

જોકે ભાજપે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ટીપ્પણી કરી નથી. સૂત્રોની જાણકારી મુજબ પાર્ટી રાષ્ટ્રીય સ્તર પર સદસ્યતા અભિયાન પણ ચલાવશે. જે બાદ રાજ્યોમાં તેમના અધ્યક્ષોની ચૂંટણી થશે. અને તે પ્રક્રિયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવશે. ત્યાં સુધી અમિત શાહ ગૃહપ્રધાનની સાથે સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પણ ચાલુ રહેશે.

READ ALSO

Related posts

અજબ ગજબ : વધતી ઉંમરની સાથે ઓછું થઈ રહ્યું છે આ મહિલાનું કદ, જાણો…

pratik shah

OMG! આ કુવામાંથી પાણીના બદલે નીકળે છે LED ટીવી અને કેમેરા, લોકો લેવા માટે દોડ્યાં!

Bansari

આશ્રમ વિવાદ : ડીઈઓએ ડીપીએસ સ્કૂલને ફટકારી નોટીસ, સાત દિવસમા માગ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!