GSTV
India News Trending

ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું

ભાજપે ત્રિપુરામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તુ કાપી નાંખ્યું એ મુદ્દો ચર્ચામાં છે.  દેબ બનમાલીપુરથી વિધાનસભાની ચૂંટણ જીત્યા હતા. ભાજપે દેબનું પત્તું કાપીને ત્રિપુરા પ્રદેશ પ્રમુખ રાજીબ ભટ્ટાચારીને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ દ્વારા 12 બેઠકો માટેના ઉમેદવારોની યાદી હવે પછી જાહેર કરવામાં આવશે પણ તેમાં દેબને જગા મળવાની શક્યતા નહીં હોવાનો ભાજપના સૂત્રોનો દાવો છે. ભાજપે બોક્સનગર઼ તફઝલ હુસૈન અને કૈલાશહરથી મોહમ્મદ મોબેશર અલી એમ બે મુસ્લિમોને ટિકિટ આપીને પણ આશ્ચર્ય સર્જ્યું છે.  

બિપ્લબ કુમાર દેબને પહેલાં મુખ્યમંત્રીપદેથી હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવાયા હતા. હવે વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ જ અપાઈ નથી. તેના કારણે તેમની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયેલો મનાય છે.

બિપ્લબ કુમાર દેબની ગણના મોદીના પરમ ભક્ત તરીકે થાય છે. દેબે મુખ્યમંત્રી હતા ત્યારે મોદીને ભગવાન ગણાવ્યા હતા. આ કારણે તેમને કોઈ હાથ પણ નહીં અડાડે એવું લાગતું હતું પણ દેબને મુખ્યમંત્રીપદેથી જ હટાવી દેવાયા હતા.

Related posts

મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના

Padma Patel

“સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત

Kaushal Pancholi

શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ

pratikshah
GSTV