GSTV

ભાજપના નવા અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલે પદભાર સંભાળ્યો, મુખ્યમંત્રી- ડે સીએમ સહિત ભાજપના નેતાઓ રહ્યા હાજર

Last Updated on July 21, 2020 by pratik shah

ભાજપના નવા અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલે પદભાર સંભાળ્યો છે. આ પહેલાં સી.આર.પાટીલ કમલમ ખાતે પહોંચ્યા હતા. જીતુ વાઘાણીની સાથે એક કારમાં તેઓ કમલમ પહોંચ્યા હતા. જ્યાં સીએમ, ડેપ્યુટી સીએમ, ગૃહ રાજ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા, કમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. કમલમ ખાતે ફટાકડાં ફોડી સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપના નવા અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલે પદભાર સંભાળ્યો

નવસારીના સાંસદ સી.આર.પાટીલે અંતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના પાર્ટી આગેવાનોની ઉપસ્થિતિમાં તેઓએ પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે.ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના આગેવાનો, સુરત-નવસારીના ભાજપના નેતાઓ, સી.આર. પાટીલના સમર્થકો ઉમટી પડ્યા હતા.

સીએમ, ડેપ્યુટી સીએમ, ગૃહ રાજ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર

સી.આર. પાટીલ સવારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા..અને ત્યાં પણ પરિવારજનો અને તેમના સમર્થકોએ તેમને આવકાર્યા હતા.જે બાદ જીતુ વાઘાણી સર્કિટ હાઉસ ખાતે તેમને આવકારવા ગયા હતા.. જીતુ વાઘાણી અને જ સી.આર. પાટીલ ભાજપ કાર્યાલય સાથે પહોંચ્યા અને તેઓએ પદભાર સંભાળ્યો છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!