GSTV

ભાજપના પૂર્વ દલિત મહિલા સાંસદે કહ્યું, મોદીને ઘરભેગા કરવા માટે કંઇ પણ કરીશ

ભાજપની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપનારા યુપીના બહરાઈચથી લોકસભાના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપને હરાવવા માટે કંઈપણ કરશે. સાવિત્રીબાઈ ફુલેએ વિપક્ષના મહાગઠબંધનને ટેકો આપવા માટે પણ સંમતિ વ્યક્ત કરી છે. તેમના કોઈપણ રાજકીય પાર્ટીમાં સામેલ થવાને લઈને આવી રહેલા અહેવાલો વચ્ચે ફુલેએ કહ્યું છે કે તેઓ કોઈપણ રાજકીય પાર્ટી સાથે જોડાયા હોવાના અહેવાલો સંપૂર્ણપણે ભ્રામક છે. આ કેટલાક તત્વો દ્વારા ફેલાવાયેલી અપવા છે.

કેટલાક મીડિયાવાળા પણ આવા અહેવાલો દર્શાવી રહ્યા છે. પરંતુ આ તમામ સામે તેઓ યોગ્ય કાર્યવાહી કરશે. સાવિત્રીબાઈ ફુલેએ સંબંધિત ફોરમમાં આના સંદર્ભે ફરિયાદ કરશે. છ ડિસેમ્બરે ફુલેએ ભાજપની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપ્યું હતું. જો કે તેમણે બહરાઈચ બેઠક પરથી લોકસભાની સદસ્યતા છોડી નથી. 29મી ડિસેમ્બરે સાવિત્રીબાઈ ફુલેએ યુપીના પાટનગર લખનૌમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. આના સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે મહાગઠબંધનને લઈને ઘણાં સમય પહેલા ચર્ચા ચાલી રહી હતી.

પરંતુ તેઓ સમાજવાદી પાર્ટી સાથે જોડાશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ કોઈપણ રાજકીય પક્ષમાં જોડાશે નહીં. ભાજપ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓ વિરુદ્ધ કામ કરી રહી છે. તેવામાં તેઓ ભાજપને હરાવવા માટે મહાગઠબંધનનું સમર્થન કરશે. આ પહેલા બહરાઈચથી લોકસભાના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી તેમના જીવમાં જીવ છે. ત્યાં સુધી તેઓ હવે ભાજપમાં પાછા ફરવાના નથી.

અનુસૂચિત જાતિના હોવાના કારણે ભાજપમાં તેમની વાત ક્યારેય સાંભળવામાં આવી નહીં હાવનો પણ સાવિત્રીબાઈ ફુલેએ આરોપ લગાવ્યો હતો. ફુલેએ યુપીના મુખ્યપ્રધાન સંદર્ભે ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે યોગી આદિત્યનાથનો અનુસૂચિત જાતિ માટેનો પ્રેમ માત્ર દેખાડો છે. જો તેઓ અનુસૂચિત જાતિને પ્રેમ કરે છે. તો તેઓ આવા સમુદાયના લોકને ગળે લગાવીને દેખાડે.

યોગી આદિત્યનાથ અનુસૂચિત જાતિનું સમ્માન કેમ કરતા નથી? સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું છે કે અખિલેશ યાદવ સાથે થયેલી તેમની મુલાકાતમાં તેમણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષને યુપી સરકાર દ્વારા લેવાયેલા અનુસૂચિત જાતિ અને ઓબીસી વિરોધી નિર્ણયો સંદર્ભે જાણકારી આપી હતી. સંસદની બહાર બંધારણની નકલો બાળવામાં આવી, પરંતુ કોઈ કડક પગલા ઉઠાવવવામાં આવ્યા નહીં.

Read Also

Related posts

સુરત : બેકાર પિતાએ 1 વર્ષની દીકરીને બીજા માળેથી ફેકી દીધી, બાળકીની હાલત ગંભીર

Nilesh Jethva

ફ્લુ અને કોરોના સાથે હોય એવા દર્દીઓના થયા વધુ મોત, વૈજ્ઞાનિકોએ આપી આ ભયાનક ચેતવણી

Dilip Patel

દીપિકા-સારા-શ્રદ્ધા બાદ ડ્રગ્સ નેટમાં વધુ એક મોટી અભિનેત્રી, NCBનાં હાથમાં આવ્યા પુરાવા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!