GSTV
Home » News » ગુજરાતમાં 17 સાંસદોને ભાજપે જંગમાં ઉતાર્યા, આ MPને ઘરનો રસ્તો દેખાડી દેવાયો

ગુજરાતમાં 17 સાંસદોને ભાજપે જંગમાં ઉતાર્યા, આ MPને ઘરનો રસ્તો દેખાડી દેવાયો

ગુજરાતની લોકસભા માટેની 26 બેઠક માટે ભારતીય જનતા પક્ષે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ઉમેદવારોની યાદીનું વિશ્લેષણ કરીએ તો પક્ષે પોતાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને ગાંધીનગર બેઠકના ઉમેદવાર બનાવી આ બેઠક જ નહી સમગ્ર રાજ્યના ચૂંટણી જંગને મહત્ત્વનો બનાવી દીધો છે. ભાજપે પોતાના લોકસભાના વર્તમાન 16 સભ્યોને રિપીટ કર્યા છે અને અમિત શાહ પણ રાજ્યસભાના સભ્ય છે તે જોતાં કુલ 17 સાંસદો જંગમાં ઉતર્યા છે. લાલકૃષ્ણ અડવાણી જેવા સૌથી સિનિયર સભ્ય સહિતના 10ને આ વખતે પસંદ કરાયા નથી.

ચાર મહિલા સાંસદોને રિપીટ કરાઈ

અગાઉ 2014માં ચૂંટણી લડી વિજેતા બની ચૂકેલી ચાર મહિલા સાંસદોને રિપીટ કરાઈ છે જેમાં સુરતમાં દર્શના જરદોશ, ભાવનગરમાં ભારતીબહેન શિયાળ, જામનગરમાં પૂનમ માડમ અને વડોદરામાં રંજનબહેન બટ્ટનો સમાવેશ થાય છે. ભાજપે વધુ બે મહિલાઓને પણ જંગમાં ઉતારી છે જેમાં મહેસાણાની પ્રતિષ્ઠિત બેઠક પરથી શારદાબહેન પટેલ તથા છોટાઉદેપુરથી ગીતાબહેન રાઠવાનો સમાવેશ થાય છે. આમ, 26માંથી છ બેઠકો મહિલાઓને ફાળે ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો બેઠકોનો 23 ટકા હિસ્સો મહિલાઓને મળ્યો છે.

કચ્છ- સૌરાષ્ટ્રની આઠ બેઠકોમાંથી છ બેઠકોમાં સાંસદો રિપીટ થયા

નવા ચહેરાઓમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ મોખરે છે તે ઉપરાંત બનાસકાંઠામાંથી લડનારા પરબત પટેલ મંત્રીમંડળના સભ્ય છે, ધારાસભ્ય છે. તે ઉપરાંત ધારાસભ્ય રતનસિંહ રાઠોડ (પંચમહાલ) પણ ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતના ભૌગોલિક વિસ્તાર મુજબ જોઈએ તો કચ્છ- સૌરાષ્ટ્રની આઠ બેઠકોમાંથી છ બેઠકોમાં સાંસદો રિપીટ થયા છે, બે બેઠકમાંથી કપાયા છે. ઉત્તર ગુજરાતની પાંચ બેઠકોમાંથી માત્ર એક જ સાંસદ (સાબરકાંઠા) રિપીટ થયા છે. જ્યારે મધ્ય ગુજરાતની આઠ બેઠકોમાં ચારમાં, પૂર્વ મધ્ય ગુજરાતની આઠ બેઠકોમાં ચારમાં વર્તમાન સાંસદોને રિપીટ કરાયા છે. જેમાં અમદાવાદ પશ્ચિમ, ખેડા, દાહોદ, વડોદરાનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની પાંચ બેઠકોમાં સાંસદો જેમના તેમ રહ્યા છે. અર્થાત્ તમામને રિપીટ કરાયા છે. આમ, જોઈએ ઉત્તર ગુજરાતમાં રિપીટ થિયરીને જાકારો અપાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણપણે રિપીટ થિયરી છે.

જેમનાં પત્તા કપાયાં તે સાંસદો

બનાસકાંઠાહરિભાઈ ચૌધરી
પાટણલીલાધર વાઘેલા
મહેસાણાજયશ્રીબહેન પટેલ
ગાંધીનગરલાલકૃષ્ણ અડવાણી
અમદાવાદ (પૂર્વ)પરેશ રાવલ
સુરેન્દ્રનગરદેવજી ફતેપરા
પોરબંદરવિઠ્ઠલ રાદડિયા
આણંદદિલીપ પટેલ
પંચમહાલપ્રભાતસિંહ ચૌહાણ
છોટાઉદેપુરરામસિંહ રાઠવા

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!