ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદના અમરાઈવાડી, બાપુનગર અને વટવા વિસ્તારમાં નોન-ગુજરાતી મતદારોના મત કવર કરવા માટે ગુજરાત બહારના બે દિગ્ગજ નેતાઓએ મેદાનમાં ઉતાર્યા છે. ઉત્તરપ્રદેશથી કેશવ પ્રસાદ મૌર્ય અને કેરળથી કે.સુરેન્દ્રન અમદાવાદ આવી પહોંચ્યા છે. કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી છે અને કે.સુરેન્દ્રન કેરળ ભાજપના અધ્યક્ષ છે.

અમદાવાદના બાપુનગરના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. કેરળના ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે.સુરેન્દ્રને દિનેશસિંહ કુશવાહ માટે બાપુનગરમાં પ્રચાર કર્યો હતો. કેરળ ભાજપ અધ્યક્ષે સવારે અયપ્પા મંદિર ચાંદખેડા ખાતે દક્ષિણ ભારતીય લોકો સાથે બેઠક કરી હતી. બાપુનગર વિધાનસભા મત વિસ્તારમાં ગુજરાતી સિવાય 68 હજાર જેટલા અન્ય રાજ્યના મતદારો વસવાટ કરે છે. કેરળ ભાજપ અધ્યક્ષે 150 થી વધુ સીટો મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌય ગુજરાતના પ્રવાસે છે. કેશવ પ્રસાદ મૌર્ય ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે અમરાઈવાડી, બાપુનગર અને વટવા વિસ્તારમાં નોન ગુજરાતી મતદારો સાથે બેઠક કરશે. બાપુનગર બેઠકમાં નોન ગુજરાતી મતદારોને નિર્ણાયક માનવામાં આવે છે. ગત ચૂંટણી દરમિયાન બાપુનગર બેઠક બીજેપીએ ગુમાવી હતી. અમરાઈવાડી પેટા ચૂંટણીમાં બીજેપીને સામાન્ય લીડ સાથે જીત મળી હતી.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી