GSTV
Gujarat Government Advertisement

રસી/ વેક્સિનના 6.68 કરોડ ડોઝ વિદેશ મોકલવા મામલે સરકાર ફસાઈ, ભાજપે કર્યો આ મોટો ખુલાસો

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે વેક્સિનની અછત જોવા મળી રહી છે. આ મુદ્દે કેન્દ્ર અને રાજ્યો આમને સામને છે. વિપક્ષો કેન્દ્ર સરકાર પર માછલાં ધોઈ રહ્યા છે. ભારતે અત્યાર સુધી વેક્સીનના 6.68 કરોડ ડોઝ વિદેશોમાં મોકલ્યાં છે અને તેને લઈને જ વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યાં છે ત્યારે ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ભારત સરકારે મદદ તરીકે આ પૈકીના માત્ર 1.07 કરોડ ડોઝ જ મોકલ્યા છે. જ્યારે 84 ટકા ડોઝ તો અગાઉ થયેલા કરારનું પાલન કરવા માટે સરકારે મોકલવા જ પડે તેવા હતા. કારણ કે ભારતમાં વેક્સિનનું ઉત્પાદન કરી રહેલી બે કંપનીઓએ બીજા દેશો સાથે કરાર કરેલા છે. તેમને વેક્સીન આપવી પડે તેમ હતી. કારણ કે તેમની પાસેથી ભારતને રો મટિરિયલ મળી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સાત પાડોશી દેશોને 78 લાખ ડોઝ અપાયા છે. કારણ કે બોર્ડર પણ સેફ રહે તે જરુરી છે. બીજી તરફ બે લાખ ડોઝ યુએનને મોકલવામાં આવ્યાં છે. આ ડોઝ શાંતિ સેનાના જવાનો માટે છે. જેમાં ભારતીય સેનાના જવાનો પણ છે.

ભારતએ ત્રીસ ટકા વેક્સિન નક્કી કરેલા ભાવે દુનિયાના સંખ્યાબંધ દેશોને આપવાની છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે થયેલી સંધી પ્રમાણે ભારતએ ત્રીસ ટકા વેક્સીન નક્કી કરેલા ભાવે દુનિયાના સંખ્યાબંધ દેશોને આપવાની છે. જેમણે કરાર પર સહી કરેલી છે. 14 ટકા વેક્સિન બ્રિટન ગઈ છે. કારણ કે કોવિશિલ્ડનું લાઈસન્સ બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકા પાસે છે. 12 ટકા વેક્સીન સાઉદી મોકલાઈ છે કારણ કે ત્યાં રહેતા ભારતીય સમુદાયે પહેલાં બૂકીંગ કરાવ્યું હતું.

લોકો વેક્સીન લેવા માટે ફાંફા મારી રહ્યાં છે

ભાજપ તરફથી આ ખુલાસો ત્યારે કરાયો છે જ્યારે દિલ્હી સહિતના રાજ્યો વેક્સીનની અછત હોવાનું કહી રહ્યાં છે અને લોકો વેક્સીન લેવા માટે ફાંફા મારી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari

ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાની સતત જાહેરાતો બાદ નેતાઓ થયા દોડતા, ભાજપના નેતાઓએ દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!