GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ભાજપે 100 બળવાખોરોને ઘરભેગા કરી દીધા, પ્રથમવાર લીધો મોટો નિર્ણય

ઉત્તરાખંડમાં પંચાયતોની ચૂંટણી ટાણે જ શાસક ભાજપે છેલ્લા દસ દિવસમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને ચૂંટણી લડી રહેલા 100 જેટલા નેતાઓ-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. ભાજપે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં બળવાખોરો સામે શિસ્તભંગનાં પગલાં લીધાં હતા.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજૂ અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંઘ રાવત 14મીએ દહૂરાદૂનની મુલાકાતે આવવાના છે અને એ સમયે પંચાયતી ચૂંટણીની ચર્ચા થશે. આ બેઠકમાં પક્ષના ઉત્તરાખંડના તમામ સાંસદો, ધારાસભ્યો અને ચૂંટણીના ઉમેદવારોને હાજર રહેવાની તાકીદ કરાઇ હતી.

ભાજપના ઉત્તરાખંડના રાજ્ય કક્ષાના મહામંત્રી રાજેન્દ્ર ભંડારીએ પક્ષના ધારાસભ્ય ઉમેશ શર્માને કામણદર્શક નોટિસ પણ મોકલી હતી અને પક્ષના શિસ્તની વિરુદ્ધ જવાનો ખુલાસો માગ્યો હતો. બળવાખોરો સામે કડક શિસ્તભંગના પગલાં લેવાનો અણસાર ભંડારીએ આપી દીધો હતો. 

સોશ્યલ મિડિયા પર એક એવી વિડિયો ક્લીપ વહેતી થઇ ઙતી જેમાં ધારાસભ્ય કોઇને પક્ષના સત્તાવાર ઉમેદવારને મત નહીં આપવાની સલાહ આપી રહેલા દેખાયા હતા.એક સાથે 100 નેતાઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવાઇ રહ્યાં હોય એવી આ પહેલી ઘટના હતી. ભાજપ શિસ્તબદ્ધ પક્ષ હોવાનો દાવો કરાય છે ત્યારે આ ઘટના ઘણુ કહી જાય છે.

READ ALSO

Related posts

શું બેંક તમને લોન નથી આપતી: આ કારણ પણ હોઈ શકે છે, જાણો લોન લેવા માટે CIBIL કેટલુ મહત્વનું છે !

Pravin Makwana

હવે ટિકટોકને ભૂલી જાવ: આવતી કાલે ભારત લોન્ચ કરશે દેશી સોશિયલ મીડિયા એપ, આ રીતે કરી શકશો ડાઉનલોડ

Mansi Patel

ચીનનું સમર્થન કરવું પાકિસ્તાનને પડ્યુ ભારે, પાક.ના વિદેશ વિભાગે આપી ઈમરાન ખાનને ચેતવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!