GSTV

ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે ત્યારે ભાજપ ઇલેક્શન મોડમાં આવ્યુ છે. મ્યુનિ.કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીનો દોર શરૂ કરી દેવાયો છે. આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ઉમેદવારોની પસંદગીને લઇને સેન્સ લેવાનું શરૂ કરાયુ છે. જોકે, આ વખતે ભાજપે ટીકીટ મેળવવા માટે નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે જેમાં દાવેદારને આ વાત પૂછવામાં આવશે કે, રામજન્મભૂમિમાં દાન આપ્યુ છે કે કેમ. આ ઉપરાંત 55 વર્ષથી વધુ વયના દાવેદારને ટીકીટ જ આપવામાં આવશે નહીં.

55 વર્ષથી વધુ વયના દાવેદારને ટીકીટ જ આપવામાં આવશે નહીં

રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન કરી દીધુ છે જેના પગલે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આરંભી દીધી છે. આજથી ભાજપે અમદાવાદ સહિત રાજ્યમાં ઉમેદવારોની  સેન્સ લેવાનું શરૂ કર્યુ છે. અત્યારે પરિસિૃથતી એવી થઇ છેકે, ભાજપની ટીકીટ મેળવવા દાવેદારોની લાંબી લાઇન લાગી છે. ખાસ કરીને એક એક વોર્ડમાં 50થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.  આ સંજોગોમાં ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવાનુ મુશ્કેલ બન્યુ છે. દાવેદારોએ રાજકીય ગોડફાધરોની વગના જોરે ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યુ છે.

દાવેદારોએ રાજકીય ગોડફાધરોની વગના જોરે ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યુ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ ટીકીટવાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં છે જેમ કે, પેજ સમિતી બનાવી હોય, સરકારી યોજનાનો ઘેર ઘેર જઇને પ્રચાર કર્યો હોય, સોશિયલ મિડીયા થકી ભાજપ-સરકારની વાત લોકો સુધી પહોંચાડી હોય તેવા દાવેદારને પ્રથમ તક આપવામાં આવશે. આ ઉપરાંત પહેલીવાર દાવેદારે એવુ ય જણાવવુ પડશેકે, રામજન્મ ભૂમિ પર આકાર લઇ રહી રહેલાં રામમંદિર માટે કેટલું અનુદાન આપ્યુ.

રામમંદિરમાં દાન આપનારાંને તક અપાશે. સોશિયલ મિડીયામાં ફોર્મ પર વાયરલ થયુ છે. 55 વર્ષથી વધુ વય હશે તો ચૂંટણી લડવા પર ભાજપે બ્રેક મારી છે. માત્ર યુવાઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે. તા.24,25,26મી સુધી ઉમેદવારોને લઇને સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. 26-27મી જાન્યુઆરીએ નિરીક્ષકો કાર્યકરોને પણ સાંભળશે. અમદાવાદ શહેરમાં નિરીક્ષકોની 12 ટીમ હાલમાં 48 વોર્ડ માટે ઉમેદવારીની પસંદગીને લઇને સેન્સ લઇ રહી છે. સ્થાનિક કક્ષાએ જે દાવેદારનુ નામ આવશે તેના પર જ પાર્લામેન્ટ્રી બોર્ડ પસંદગીની મહોર મારશે.અત્યારે તો ટીકીટ માટે નિયમો ઘડાયાં છે. પણ તેનો કેટલો અમલ થાય છે તે તો સમય જ કહેશે.

ભાજપની શિસ્તના ધજાગરાં ઉડયાં, ટિકિટ માટે જાહેરમાં મારામારી, દાવેદાર ઘાયલ

શિસ્તબધૃધ કહેવાતાં ભાજપ પક્ષમાં હવે ટીકીટ માટે ય માત્ર ખેચતાણ જ નહીં, પણ જાહેરમાં મારામારી થઇ છે. ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડે પત્નિ માટે ટીકીટ માંગી હતી. કોર્પોરેટર ગીરીશ પ્રજાપતિએ પણ ટીકીટ માંગી હતી. આજે જયારે ભાજપે સેન્સ લેવાનુ શરૂ કર્યુ હતું ત્યારે જ દેવી સિનેમા પાસે લડ ભરવાડે કેમ ટીકીટ માંગી તેમ કહીને ગીરીશ પ્રજાપતિ પર હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારી થતાં ગીરીશ પ્રજાપતિ ઘાયલ થયા હતાં અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતાં. આમ,ભાજપની શિસ્તના ઘજાગરાં ઉડયા હતાં.

READ ALSO

Related posts

નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!

pratik shah

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!