GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા ભાજપ સોશિયલ મીડિયાના સહારે, આ રીતે કરશે ડીઝીટલ પ્રચાર

ભાજપ

કોરોના એ અનેક સેકટરમાં સીધી કે આડકતરી અસર કરી છે. જેમાંથી રાજકીય પક્ષો પણ બાકાત નથી. રાજ્યમાં 8 સીટ પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપે સોશિયલ મીડિયા ભરપૂર પ્રચાર કરવાનું આયોજન કરી દીધું છે. પેટા ચૂંટણી જાહેર થઈ ગયા બાદ ભાજપે 16 ઇન્ચાર્જની નિમણુંક કરી ચૂંટણીની કામગીરી આરંભી દીધી છે. આગામી સમયમાં પ્રચાર પણ પુર જોશમાં ચાલુ કરવાનું આયોજન ભાજપે કરી લીધું છે.

ભાજપ દ્વારા આ વખતે કોરોનાના કહેર વચ્ચે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જે પ્રમાણે કેન્દ્રીય નેતાગીરી ડીઝીટલ રેલી કરી રહ્યું છે એજ રીતે રાજ્યની 8 સીટ પર પ્રદેશ ભાજપ પ્રચાર કરશે. જે 8 સીટમાં ચૂંટણી છે એ તમામ વિસ્તારમાં ભાજપ ડીઝીટલ રેલીઓ સંબોધી લોકો સુધી પહોંચશે. સાથે જ મેસેજ દ્વારા સંદેશાઓ પહોંચાડશે.

ભાજપના તમામ સીટ પર જીતવાના પ્રયાસ

જે 16 ઇન્ચાર્જ ની નિમણુંક કરી છે એ થોડા દિવસમાં જ જે તે વિસ્તારમાં જઈને વિસ્તારની સ્થિતિ જાણી લેશે સ્થાનિક મુદ્દાઓ જાણી લેશે અને તેનો રિપોર્ટ પ્રદેશ ઇન્ચાર્જને સોંપશે. જે બાદ ભાજપ સોશિયલ મીડિયામાં પ્રચાર પણ શરૂ કરશે.
આમ તો એ તમામ બેઠક પર ભાજપને પહેલેથી નુકશાન છે. તેમ છતાં ભાજપ આ તમામ સીટ જીતવા પ્રયાસ કરશે. ભાજપ ટ્વીટર ફેસબુક અને વોટ્સ એપ ના માધ્યમથી લોકો સુધી મોદી, શાહના નામે પ્રચાર કરશે અને જેમાં કોરોનાની મહામારી સરકારે કરેલી કામગીરી,ખેડૂત માટે સરકારની યોજના અને સર્જીકલ સ્ટ્રાઈક અને સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તાર માટે રાજ્ય સરકારે કરેલી કામગીરી પર ભાજપ જોર આપશે અને પ્રચાર પુર જોશ કરશે. સાથે જ વિડીયો અને ઓડિયો સંદેશા તૈયાર કરી એ વિસ્તારના લોકો સુધી પહોંચાડવાનું આયોજન ભાજપ દ્વારા થોડા સમયમાં જ આરંભી દેવામાં આવશે.

Read Also

Related posts

માર્શલ આર્ટ સ્ટાર હનુમાનનો રોલ કરવા માગતા હતા, વિદ્યુતના શોમાં કર્યો ખુલાસો

Ankita Trada

નવાઝુદ્દીન સિદ્દિકીની પત્નીનો આરોપ, જ્યારે તે પ્રેગનન્ટ હતી ત્યારે નવાઝ….

Mansi Patel

મોદી સરકાર કરી રહી છે ખાસ તૈયારી: રેલ્વેમાંથી મળશે ભરપૂર કમાણીનો અવસર, વર્ષના અંત સુધીમાં ડેટા થશે તૈયાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!