GSTV
Home » News » મહારાષ્ટ્રના સીએમ પદને લઈને ભાજપના સંકટમોચક નિતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રના સીએમ પદને લઈને ભાજપના સંકટમોચક નિતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં સત્તાનો હાઈ વોલ્ટેજ ડ્રામા યથાવત છે.રોજે રોજ ભજવાતા નવા દ્રશ્યો જોઈને લોકો પણ આશ્ચર્ય પામી રહ્યા છે.હવે આ ડ્રામાને ભાજપના આગેવાન અને કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરીએ નવો વળાંક આપ્યો છે. ગડકરીનુ કહેવુ છે કે, ભાજપે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદની વહેંચણી કરવાનો કોઈ વાયદો શિવસેના સાથે કર્યો નથી. હા ભાજપ અને શિવસેના વચ્ચે જો કોઈ સમાધાન કરવાનુ થાય તો તેના માટે હું તૈયાર છું. ગડકરીએ વધુમાં કહ્યુ હતુ કે, ધારાસભ્યોના ખરીદ વેચાણ માટેનો સવાલ જ ઉભો થતો નથી.

દરમિયાન શિવસેના પોતાની માંગણી પર અડેલી છે. શિવસેનાએ આજે પણ કહ્યુ હતુ કે, જો તે અમારી સાથે અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની વહેંચણી કરવા તૈયાર હોય તો જ સરકાર બનાવવા માટે અમારી પાસે આવે.

ફડનવીસે હવે સીએમ તરીકે રાજીનામુ આપી દેવુ જોઈએ. કારણકે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે સમાપ્ત થાય છે. જો ભાજપ પોતાની જાતે સરકાર બનાવવા દાવો રજૂ કરશે તો અમને ખરાબ નહી લાગે.શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે શિવસૈનિકોને સંદેશ આપતુ એક ટ્વિટ પણ કર્યુ છે કે, અગ્નિ પરીક્ષાની આ ઘડીમાં અર્જુનની જેમ ઉદઘોષ કરીએ.પડકારોથી ભાગીશું નહી પણ તેની સામે ઝઝૂમીશું.

ફડણવીસે આપી દીધું છે રાજીનામું

તો મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા વળાંક જોવા મળી રહ્યા છે. મુખ્યપ્રધાન પદની શિવસેનાની માંગ બાદ આખરે ભાજપ 9 નવેમ્બર પહેલા સરકાર રચવામાં નિષ્ફળ રહ્યું છે. તેથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજભવન પહોંચીને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને પોતાનું રાજીનામું સોંપી દીધું. તેમની સાથે ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા. રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રની જનતાનો આભાર માને છે. તેમણે પારદર્શિતા સાથે સરકાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. શિવસેના અંગે ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર રચવાની વાત કહી હતી. શિવસેના અંગે ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર રચવાની વાત કહી હતી. અઢી-અઢી વર્ષ સુધી સીએમ પદ અંગે કોઇ વાયદો થયો ન હતો. મારી સાથે થયેલી બેઠકમાં સીએમ પદ અંગે કોઇ ચર્ચા નહોતી થઇ.  આ અંગે અમિત શાહ સાથેની બેઠકમાં કોઇ ચર્ચા થઇ ન હતી.

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ ગઠબંધન માટે જનાદેશ આપ્યો છે. મેં ચૂંટણી પરિણામ બાદ ઉદ્ધવ અને શિવસેનાનો આભાર માન્યો હતો. પરંતુ ઉદ્ધવની તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત એક ઝટકો હતી.  મેં ઉદ્ધવ ઠાકરેને સરકાર રચલા અંગે ફોન કર્યો હતો પરંતુ તેમણે વાત કરી ન હતી. ફડણવીસે શિવસેનાની નિવેદનબાજી પર કહ્યું કે અમે શિવસેનાની નિવેદનબાજીના કોઇ જવાબ ન આપ્યા. પરંતુ અમે ઇચ્છીએ તો તેની નિવેદનબાજીનો જવાબ આપી શકીએ છીએ. શિવસેનાએ પીએમ મોદી અને ભાજપ પર આક્ષેપ કર્યા. પરંતુ અમે ક્યારેય પણ ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કર્યા નથી.

  • મુખ્યમંત્રી પદ પરથી ફડણવીસે આપી દીધું રાજીનામું
  • મુખ્યમંત્રીનો કાર્યકાળ થતો હતો પૂર્ણ
  • સરકાર ન બનતાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તેવી સંભાવના
  • ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું મે મહારાષ્ટ્રની 5 વર્ષ સેવા કરી છે.
  • રાજ્પાલે ફડણવીસનું રાજીનામુ સ્વીકારી લીધું
  • મહારાષ્ટ્રમાં ખેલ પૂરો, ફડણવીસે સરકારની કામગીરીના કર્યા વખાણ

નીતિન ગડકરી જ મનાવી શકે છે શિવસેનાને

 દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. સરકાર રચવાને લઇને ચાલી રહેલી અસમંજસ વચ્ચે ફડણવીસ બીજેપી નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું. સરકાર બનાવવાની બાબતમાં હજી સુધી પરિસ્થિતિ સ્પષ્ટ નથી. એવા સમાચાર છે કે ભાજપના નીતિન ગડકરી શિવસેના સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ માટે છેલ્લી આશા છે કે તેઓ શિવસેનાને રાજી કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે સતત વાત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે પરંતુ તેઓ વાત કરી રહ્યા નથી.

READ ALSO


Related posts

આ કારણે એક સાથે 200 પોલીસકર્મીઓ માગી રહ્યાં છે રજા, અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં

Bansari

સિયાચિનમાં હિમસ્ખલન થતા સેનાના આઠ જવાનો બરફ નીચે દટાયા, સર્ચ અભિયાન શરૂ

Nilesh Jethva

ના હોય! સ્ટાફને અંધારામાં રાખીને પોર્ન ફિલ્મ શૂટ કરવા લાગ્યાં એડલ્ટ સ્ટાર્સ, જોત જોતામાં તો….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!