GSTV

ફાઇલોનો ભરાવો / ગુજરાત ભાજપના મંત્રીઓની કામગીરીના લેખાજોખાથી દિલ્હી દરબાર નારાજ, જાણો કેમ?

Last Updated on November 29, 2021 by Dhruv Brahmbhatt

છેલ્લાં અઢી મહિનાના સમયગાળામાં જ ગુજરાત ભાજપના મંત્રીઓની કામગીરીના લેખાજોખાથી ભાજપનો હાઇકમાન્ડ અને દિલ્હી દરબાર નારાજ, વ્યથિત અને દુઃખી છે. કેટલાક મંત્રીઓને કામગીરી સુધારવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂચનાઓ અપાઇ છે, પરંતુ બિનઅનુભવી મંત્રીઓ સમયસર અને ઝડપથી નિર્ણય લઇ શકતા નથી. વહિવટીતંત્ર પર પક્કડ ન હોવાથી સિનિયર આઇએએસ અધિકારીઓ ગાંઠતા નથી અને અધુરામાં પુરૃ કેળવાયેલા અને ટ્રેન્ડ પીએ-પીએસ ના હોવાથી વિભાગોમાં ફાઇલોનો ભરાવો થઇ ગયો છે.

cr patil

અત્યંત અગત્યની અને તાકિદની ફાઇલો પર ધૂળના થર ચઢી ચૂક્યાં છે

અત્યંત અગત્યની અને તાકિદની ફાઇલો પર ધૂળના થર ચઢી ચૂક્યાં છે અને ફાઇલો પર દિશાસૂચન ન હોવાના કારણે મંત્રીઓ ઇચ્છતા હોવા છતાં પણ ધારાસભ્યો કે કાર્યકરોના કામ થતા નથી. પરિણામે ફરિયાદોનો રાફડો પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના દરબારમાં પહોંચે છે.

Bhupendra Patel

સીએમની ભૂમિકામાં ક્યારેક સી.આર પાટીલ પોતે સુપર સીએમ બની જતા હોય તેમ જણાય છે

પરિણામે પ્રદેશ પ્રમુખ પોતાના પ્રવચનોમાં વહીવટને સુધારવાની સલાહ મંત્રીઓને આપે છે. ત્યારે બાપડા મુખ્યમંત્રી સંગઠનમાં જઇને કાર્યકર્તાઓને હું પણ સામાન્ય કાર્યકર છું તેમ કહીને પાનો ચઢાવે છે. ટૂંકમાં સીએમની ભૂમિકામાં ક્યારેક સી.આર પાટીલ પોતે સુપર સીએમ બની જતા હોય તેમ જણાય છે. જ્યારે ભૂપેન્દ્રભાઇ સંગઠનને સતત સાચવવાની ચિંતા કરતા હોય છે. પરંતુ અંતે તો બાવાના બેય બગડતા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!