GSTV
Home » News » ઉંઝામાં ભાજપની માઠી: આશા પટેલ સાથે ભાજપમાં ભળેલા તમામ સભ્યોની ઘરવાપસી

ઉંઝામાં ભાજપની માઠી: આશા પટેલ સાથે ભાજપમાં ભળેલા તમામ સભ્યોની ઘરવાપસી

ex mla Asha Patel

ઉંઝાનાં પૂર્વ ધારાસભ્ય ડો.આશા પટેલે પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદ ધારાસભ્ય પદે પરથી પણ રાજીનામું આપ્યું હતું. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે આશા પટેલે ભાજપનો કેશરીયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ ઉંઝા તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. આશા પટેલ ભાજપમાં જતા તેમની સાથે ઉંઝા નગરપાલીકા અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં સભ્યો પણ ભાજપમાં જોડાયા હતાં. જેથી તાલુકા પંચાયત અને નગરપાલીકામાં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે ફરી વખત કોંગ્રેસ માટે સારા સમાચાર મળી રહ્યા છે.

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના તમામ 13 સભ્યોએ ઘરવાપસી કરી છે. જેથી ઊંઝા તાલુકા પંચાયતમાં ફરી કોંગ્રેસના પ્રમુખ બને તેવા એંધાણ છે. આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના બળવાખોરોએ ઊંઝા તાલુકા પંચાયતમાં ભાજપની વિચારધારા વાળા અપક્ષ પ્રમુખની નયુક્તિ કરી હતી. પરંતુ કોંગ્રેસના સભ્યોની ઘરવાપસીથી હવે ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ખેંચતાણ શરૂ થઈ છે. ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 13 સભ્યો અને ભાજપના એક અને અપક્ષના 4 સભ્યો ચૂંટાયા હતા.. અપક્ષના ઉમેદવારને પ્રમુખ બનાવ્યા બાદ કોંગ્રેસના સભ્યો ફરીવાર કોંગ્રેસમાં આવ્યા છે. જેમણે આવનારા સમયમાં કોંગ્રેસની વિચારધારા વાળા પ્રમુખને ટેકો આપવાનો દાવો કર્યો છે.

READ ALSO

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari