ભારતીય જનતા પાર્ટીએ સંથાલ જાતિના આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ઘોષિત કર્યા છે. તેમના આ પગલાંને માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે અનુસુચિત જાતિમાંથી આવતાં ડો. રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. આ વખતે અનુસુચિત જનજાતિના ઉમેદવારને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપ અને આરએસએસની છાપ ઉચ્ચ વર્ગના લોકોના સમર્થક હોવાની રહી છે. નરેન્દ્ર મોદીએ અનુસુચિત જાતિના અને અનુસુચિત જનજાતિના ઉમેદવારની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરીને આ છાપ તોડવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે વિપક્ષે જે કોઈ નામ પર વિચારણા કરી તે અને જે નામ જાહેર કર્યું યશવંત સિંહા, તે બધા જ ઉમેદવારો સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવે છે. જ્યારે વડાપ્રધાન મોદીએ તેમની અપાર કલ્પના શક્તિનો પરિચય આપ્યો છે અને ચકિત કરી દેવાની પોતાની રણનીતિ જાળવી રાખી છે.
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાસે રાષ્ટ્રપતિને ચૂંટવા માટે 48 ટકા મત છે. રાષ્ટ્રપતિને ચૂંટવા માટે કમસેકમ 51 ટકા મત જોઈએ. ઓડિસાના બીજુ જનતાદળ પાસે 3 ટકા મત છે. ભાજપે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ઘોષિત કરીને બાકીના 3 ટકા મત સુનિશ્ચિત કરી લીધા છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે. તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુના નામની પસંદગી મને પૂછીને કરવામાં આવી હતી.

સંથાલ જાતિના આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કરીને મોદીએ મમતાને પણ ચેકમેટ કરી દીધા છે. પશ્ચિમ બંગાળમાં પણ મોટી સંખ્યામાં આદિવાસીઓ છે અને તેમાં સૌથી વધારે વસ્તી સંથાલોની છે. મમતા બેનરજીએ તાજેતરમાં સંથાલ આદિવાસી વિસ્તારની યાત્રા કરીને તેમના સામુહિક નૃત્યમાં ભાગ લીધો હતો. આ રીતે તેણે સંકેત આપ્યો હતો કે તેઓ આદિવાસીઓના પ્રબળ સમર્થક છે. હવે તેઓ ક્યા મોઢે દ્રૌપદી મુર્મુનો વિરોધ કરી શકશે? રાષ્ટ્રપતિની ચૂંટણી થાય એ પહેલાં જ ભાજપે વિપક્ષને માત આપી દીધી છે.
READ ALSO
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત
- કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન