GSTV
Home » News » ભાજપે આખા સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે કબજો કરી લીધો, આ લિસ્ટ જોઈને કહેશો કે બાજી પલટી ગઈ છે

ભાજપે આખા સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે કબજો કરી લીધો, આ લિસ્ટ જોઈને કહેશો કે બાજી પલટી ગઈ છે

પાટીદાર અનામત ચળવળ પછી સૌરાષ્ટ્રના મોટાભાગના પાટીદાર ભાજપથી દૂર હોવાનું જણાય છે. રાજ્ય સરકારને લોકો વિમુખ છે એવું પણ જોવા મળ્યું છે. જોકે હવે ભાજપ કેટલાક સમય માટે સૌરાષ્ટ્રમાં ઓબીસી કાર્ડ રમી રહ્યું છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજની પણ કાળજી લેવામાં આવી રહી છે. આ રીતે ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે આવનારી ચૂંટણીઓમાં પાટીદારને રિઝવવા માટે યોજનાઓ બનાવવામાં આવી છે.

વાસ્તવમાં 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં જ્યારે પાટીદાર આંદોલનની અસર પડી ત્યારે જ ભાજપે આ કાર્ડ રમવાનું શરૂ કર્યું. બીજેપીએ એ વિસ્તારના નેતાઓને જોડવાનું શરૂ કર્યું હતું કે જ્યાં નુકસાન થયું હતું. આના કારણે કૉંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતા બીજેપીમાં એક સાથે જોડાયા છે. ઓબીસી સમુદાયનાં નેતા ભાજપમાં જોડાયા હોવાના કારણે એ ઓબીસી કાર્ડ પણ દેખાઈ રહ્યું છે.

પાટીદાર સમાજ પછી ગુજરાતને સૌથી મોટી મત બેંક કોળી સમાજ માનવામાં આવે છે. જસદણમાં કુવરજી બાવળીયા સમાજનાં માત્ર એક અગ્રણી નેતા જ નથી પણ તેનો સારો પ્રભાવ પડે છે. જેના કારણે બીજેપીએ તેમને સાથે શામેલ કરી લીધા. ભાજપમાં જોડાયા પછી ભાજપે તેને કેબિનેટ મંત્રીની જવાબદારી આપીને ઓબીસી મત પર કબજો કરવાનુ ચાલુ કરી દીધું.

કોંગ્રેસના નેતા જવાહર ચાવડા પણ ભાજપમાં જોડાયા છે. અહિર સમાજના નેતા જવાહર ચાવડાની તેમના પોતાના સમાજ પર સારી ઓળખાણ છે. તે જ સમયે ચાવડા પાસે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને કચ્છ બેઠકો પર નિર્ણાયક નિર્ણયો લેવાની શક્તિ છે. ચાવાડા દ્વારા ભાજપે અહિર સમાજના મત બેંકને પોતાની બાજુ ખેંચવાની કોશિશ કરી છે. જેમાં ભાજપની સફળતા નક્કી થઈ રહી છે.

જામનગર ગ્રામીણ બેઠકથી કૉંગ્રેસ ધારાસભ્ય વલ્લભ ધારવિયા સતવારા સમાજનાં નેતા છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓમાં શાસક નેતા રાઘવજી પટેલને પરાજય આપીને ધારવિયા જીત્યા હતા. આ રીતે તેમની સાથે જોડીને ભાજપે જામનગર લોકસભા ચૂંટણીમાં સતવારા સમાજના મત ખેંચી લીધા છે.

સુરેન્દ્રનગર અને હલવદ લોકસભાની બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે; બીજેપીએ તેમને કબજે કરવા માટે પારસોત્તમ સાવરિયાનો લાભ લીધો છે. પરસોત્તમને પણ પાર્ટીમાં સમાવવામાં આવ્યાં છે. ઘણા લોકો માને છે કે પારસોત્તમ સાવરીયા સૌરાષ્ટ્રનાં કોળી સમાજમાં કુવરજી બાવળીયા પછી એક મોટું નામ છે.

ઓબીસી વોટબેન્ક કે જે અત્યાર સુધી કૉંગ્રેસની માનવામા આવત હતી હવે તેને ભાજપે પોતના તરફ ખેચવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ભાજપ સાથે સંકળાયેલા તમામ ઉપરોક્ત નેતાઓ ઓબીસી સમાજનાં છે. 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને પાટીદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં આ પ્રકારનાં પુનરાવર્તન અટકાવવા માટે આ ઓબીસી કાર્ડ બીજેપી દ્વારા રમવામાં આવે છે.

READ ALSO

Related posts

6 સાંસદોને ટક્કર આપવા પાંચ ધારાસભ્યો મેદાને, બન્ને પક્ષો જનાધાર મેળવવા લગાવી રહ્યા છે જોર

Riyaz Parmar

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોમાં ભાજપ પાસે કરોડપતિ ઉમેદવારો, શિક્ષણની વાતમાં બધા પછાત

Riyaz Parmar

આ બેઠક પર 3 પાટીદારો વચ્ચે જંગ, ભાજપને નુકસાન જવાની આશંકાએ જીતુ વાઘાણીએ બંધબારણે બેઠક કરી

Riyaz Parmar