GSTV

ભાજપ પર મોટા કોર્પોરેટ ગ્રુપનું ટ્રસ્ટ ઓળઘોળ, એક જ કંપનીએ 365 કરોડનું આપ્યું છે દાન

રાજકીય વર્તુળોમાં કોર્પોરેટ ગ્રુપ્સ દ્વારા રાજકીય પક્ષોને અપાતાં દાનનો મુદ્દો ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ મામલે એક રીપોર્ટ પણ સામે આવ્યો છે. જેમાં પ્રમાણે ૨૦૧૮-૧૯માં ભાજપને સૌથી વધારે 698 કરોડ રૂપિયા દાન કોર્પોરેટ ગ્રુપ કે તેની સાથે સંકળાયેલાં ટ્રસ્ટ તરફથી મળ્યું છે. કોંગ્રેસ 122 કરોડ સાથે બીજા નંબરે છે.

કોંગ્રેસ ૧૨૨ કરોડ સાથે બીજા નંબરે

નોંધનીય છે કે ભાજપ સત્તામાં છે તેથી તેને વધારે દાન મળે પણ ચર્ચાનો મુદ્દો ચોક્કસ કોર્પોરેટ ગ્રુપ તરફથી ભાજપને મળી રહેલા જંગી દાનનો છે. આ ગ્રુપના ટ્રસ્ટે ભાજપને ૩૬૫ કરોડનું દાન આપ્યું છે. ભાજપના દાનમાં અડધાથી વધારે હિસ્સો આ ટ્રસ્ટનો છે.

એક જ કંપનીએ 365 કરોડનું આપ્યું છે દાન

સેવાભાવનાને વરેલું કોઈ ટ્રસ્ટ રાજકીય પક્ષ પર ઓળઘોળ થઈને આટલું અધધધ દાન શું કરવા આપી દે છે એ સવાલ અત્યારે તો પૂછાઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ ટ્રસ્ટે કુલ ૪૫૫ કરોડનું દાન રાજકીય પક્ષોને આપ્યું છે જ્યારે દાન આપવામાં બીજા નંબરે જે ટ્રસ્ટ છે તેણે માત્ર ૧૦ કરોડનું દાન આપ્યું છે. લાલો લાભ વિના ના લોટે પણ આ લાભ શું છે એ કોઈને ખબર નથી.

READ ALSO

Related posts

પેટાચૂંટણીમાં 80 માંથી 20 ઉમેદવારો છે કરોડપતિ, જાણો ક્યાં ઉમેદવાર પાસે છે સૌથી વધુ મિલકત

Nilesh Jethva

ચૂંટણી પંચની ફટકાર/ સ્ટાર પ્રચારકમાંથી કમલનાથને હટાવ્યા, પ્રચાર કરવા બોલાવવા હોય તો આપવો પડશે ખર્ચો

Pravin Makwana

જેલ મુક્ત થવા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ થઇ શકે છે હાઇકોર્ટના શરણે, તો લાલુની મુક્તિ રોકવા સીબીઆઈના સુપ્રીમમાં ધામા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!