ભાજપનું સંકલન : 1 કલાકના અંતરમાં એક જ મુદ્દે બે આવેદનપત્ર આપ્યા

રાફેલ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી આક્ષેપબાજી કરી રહ્યું છે ત્યારે ભાજપે પહેલા એક સાથે ૭૦ જગ્યા પર પ્રેસ કોન્ફ્રેસ કરી કોંગ્રેસે કરેલા આક્ષેપનો જવાબ આપ્યો હતો અને હવે આજે ઠેર ઠેર ભાજપ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ ક્યાંક ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેર અને જીલ્લા ભાજપ દ્વારા રાફેલ મામલે જ ૧ કલાકના અંતરમાં અલગ અલગ આવેદન પત્ર આપ્યું હતું મુદ્દો એક જ હતો અને પક્ષ પણ એક જ હતો તેમ છતાં બંને સંગઠનો દ્વારા અલગ અલગ આવેદન આપી કોંગ્રેસ દ્વારા જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેકટર કચેરી પહોચી કોંગ્રેસ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુધ નારેબાજી કરી હતી અને રાષ્ટ્રપતીને સંબોધીને આ આવેદન લખી કલેકટરને સોપવામાં આવ્યું હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter