GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

પાટીલ સાહેબથી આટલો ડર શા માટે ભાઇ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટ્વીટર વૉર, ગુજરાત ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ

કોંગ્રેસ

ગુજરાત વિધાન સભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ શરૂ થઇ છે. તેવાંમાં હવે આપ-ભાજપ બાદ હવે કોંગેસ ભાજપનું ટ્વીટર વોર શરૂ થયું છે. ભાજપનાં નેતાએ કરેલા ટ્વીટ બાદ ટ્વીટર વોર શરૂ થયું છે.

ભાજપનાં નેતા યજ્ઞેશ દવેના રાહુલ ગાંધી અને સ્થાનિક નેતાએ કરેલા ટ્વીટ બાદ ટ્વીટ યુદ્ધ જોવા મળ્યું. યજ્ઞેશ દવેએ પાટીલથી કોંગ્રેસના નેતાઓ ડરતા હોવાનો ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધી અને સ્થાનિક નેતાઓએ પણ પોતાના ભાષણમાં પાટીલના નામનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલ સાહેબથી આટલો બધો ડર શા માટે તેવા સવાલો પણ ટ્વીટમાં કરવામાં આવ્યા છે.

યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર જાતિવાદનો આક્ષેપ લગાવ્યો

જણાવી દઇએ કે આ અગાઉ રાહુલ ગાંધીના સંબોધનને લઇને ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર જાતિવાદનો આક્ષેપ લગાવ્યો હતો. યજ્ઞેશ દવે આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘કોંગ્રેસમાં ભયંકર જાતિવાદ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ માત્ર જિગ્નેશ મેવાણીનો જ ઉલ્લેખ કર્યો. જિગ્નેશ મેવાણી કરતા હાર્દિક પટેલ વધુ જેલમાં રહ્યાં છે. હાર્દિક પટેલ સામે 32 કેસ છે અને 10 મહિના હાર્દિક જેલમાં રહ્યાં હતાં. જ્યારે જિગ્નેશ મેવાણી માત્ર 9 દિવસ જ જેલમાં રહ્યાં હતાં. હાર્દિક પટેલના નામનો કેમ ઉલ્લેખ ન કર્યો?’

કોંગ્રેસમાં પણ ભયંકર જાતિવાદ છે તેની આજે ખબર પડી

યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે એ મે સાંભળ્યું હતું કે પરંતુ કોંગ્રેસમાં પણ ભયંકર જાતિવાદ છે તેની આજે ખબર પડી. હાર્દિક પટેલ બે વર્ષની સજા, 32 કેસ અને દસ મહિના જેલમાં રહ્યાં, પરંતુ રાહુલ ગાંધીએ ક્યારેય સ્ટેજ પરથી એનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ જિજ્ઞેશ મેવાણી નવ દિવસ જેલમાં રહ્યાં તો રજૂ કર્યું.’

Read Also

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk
GSTV