GSTV

સત્તાધારી પક્ષે ભ્રષ્ટાચારના નાણાંથી ખરીદ્યા ધારાસભ્યોને, કોંગ્રેસના નેતાનો ગંભીર આક્ષેપ- વિશ્વાસઘાત કરનારાં ગદ્દારોને પાઠ ભણાવશે પ્રજા

રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યામાં ધારાસભ્ય ન હતાં તેમ છતાંય ભાજપે વધારાનો એક ઉમેદવાર ઉભો રાખી ભ્રષ્ટાચાર આચરી ભેગાં કરેલાં નાણાંથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ્યાં હતાં. જનપ્રતિનિધીને ખરીદી લોકશાહીની હત્યા કરી ભાજપે જનાદેશનું અપમાન કર્યુ છે. એટલું જ નહીં, ભાજપના પાપે જ પેટાચૂંટણી આવી છે તેવો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો. તેમણે વિશ્વર્પૂર્વક કહ્યું કે, જનમત સાથે વિશ્વાસઘાત કરનારાંને પ્રજા મતના માધ્યમથી સબક શિખવાડશે.

જનમત સાથે વિશ્વાસઘાત કરનારાંને પ્રજા મતના માધ્યમથી સબક શિખવાડશે

આજે ગુજરાતની જનતાના મનમાં વિશ્વાસઘાત થયો હોય તેવુ અનુભવે છે તેનુ કારણ એછેકે, ચૂંટણી વખતે લોભામણી વાતો કરાય છે પણ સામાન્ય વ્યક્તિ હક-અધિકાર ય મળતો નથી તે વાતનો ઉલ્લેખ કરતાં અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ભાજપે ખેડૂતોને વાયદો કર્યો હતોકે, બમણી આવક થઇ જશે.ઉત્પાદનના ભાવો વધશે.

સસ્તુ-સારુ બિયારણ મળશે પણ આજદીન સુધી એકેય વાયદો પૂર્ણ થયો નથી પરિણામે ખેડૂતોને વિશ્વાસઘાત થયા હોવાનુ અનુભવી રહ્યાં છે.  બે કરોડ લોકોને રોજગારી આપીશુ તેવો વાયદો કરાયો પણ ભરતી-પરિક્ષા યોજાઇ ગઇ હોવા છતાંય નિમણૂંક અપાતી નથી. ભરતી પ્રક્રિયાને સરકારે મજાક બનાવી દીધી છે. આમ, બેરોજગારો સાથે ય વિશ્વાસઘાત કરાયો છે. મોંઘવારીએ માઝા મૂકી છે.આમજનતા સાથે ય વિશ્વાસઘાત કરાયો છે. ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, કોરોનાની મહામારીમાં ય ભાજપે વેન્ટિલેટર-ઇન્જેકશન.માસ્કના કૌભાંડ કર્યા છે.ખિચડીના નામે ય કૌભાંડ આચરાયા છે. સરકારી હોસ્પિટલોમા સારવારના નામે મિડૂ છે જેના કારણે ખાનગી હોસ્પિટલોએ લૂંટ ચલાવી છે. આઠેય બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કરતાં ચાવડાએ જણાવ્યું કે, આ ચૂંટણી ગદ્દારો વિરુધ્ધ વફાદારોની બની રહેશે. પક્ષપલટુઓને મતદારો સબક શિખવાડશે.

પક્ષપલટુઓ સામે અભિયાન, રૂા.16 કરોડની નોટ લોન્ચ કરાઇ

પેટાચૂંટણીમાં કોંગ્રેસે પક્ષપલટુઓ સામે ગદ્દાર જયચંદના હેશટેગ સાથે સોશિયલ મિડીયામાં પ્રચાર અભિયાન શરૂ કરાયું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ એવો આક્ષેપ કર્યો છેકે, રાજ્યસભાની ચૂંટણી વખતે રૂા.૧૬ કરોડ લઇને ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે. જોકે, ભાજપના ધારીના ઉમેદવાર જે.વી.કાકડિયાએ આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ  દૂધાતને માનહાનિની નોટિસ આપી છે. આ તરફ, ધારાસભ્ય પ્રતાપ દૂધાત સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ રૂા.૧૬ કરોડની નોટનું લોન્ચિગ કરી પક્ષપલટુઓ સામે પ્રચારને વેગવાન બનાવ્યો છે. કોંગ્રેસે એવુ નક્કી કર્યુ છેકે, ઘેરઘેર જઇને પક્ષપલટુઓના વિરોધમાં સ્ટીકર લગાડાશે.

ચૂંટણી અધિકારીઓ ભેદભાવ કરે છે : કોંગ્રેસની ચૂંટણીપંચને ફરિયાદ

પેટાચૂંટણી પૂર્વે ઉમેદવારને મતદારોની યાદી આપવામાં આવે છે પણ ચૂંટણી અધિકારીઓ ભેદભાવ દાખવી રહ્યાં છે તેવો આક્ષેપ કરી વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્ય નિર્વાચન અધિકારીને પત્ર લખી ફરિયાદ કરી છેકે, ચૂંટણી એજન્ટની નિમણૂંક માટે ય પ્રક્રિયા કરવામાં આવી નથી. દિવ્યાંગ, સિનિયર સિટીઝન અને કોરોનાના દર્દીઓની યાદી પણ કોંગ્રેસના ઉમેદવારને અપાતી નથી. આ બધીય પ્રક્રિયા માટે ઉમેદવારોએ અલગ અલગ કચેરીમાં ધક્કા ખાવા પડે છે. પોસ્ટલ બેલેટથી થનારા મતદાન અંગે ૪૮ કલાક પહેલાં જાણ કરવામાં આવે છે તે જાણ પણ કરાઇ નથી.

અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતાની ટૂંકમાં નિમણૂંક કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષપદેથી દિનેશ શર્માએ રાજીનામુ ધરી દીધુ છે ત્યારે આંતરિક કલક ચરમસિમાએ પહોંચ્યો છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, દિનેશ શર્માએ સામેથી રાજીનામુ મોકલ્યુ છે.મારી સાથે મુલાકાત પણ કરી છે. આગામી દિવસોમાં વિપક્ષી નેતાની નિમણૂંક કરાશે. આમ, બે ધારાસભ્યોની જીદ સામે પ્રદેશ નેતાગીરીએ નાકલિટી તાણી છે. જોકે, બીજી તરફ, નારાજ બે ધારાસભ્યોએ પૂર્વ પ્રમુખ-હોદ્દેદારોએ ભેગા મળીને શહેર કોંગ્રેસની સ્થિતીને લઇને પત્ર લખ્યો છે. એટલું જ નહીં, પેટાચૂંટણી બાદ આરપારની લડાઇ લડવા તૈયારીઓ કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાએ કહેર વર્તાવ્યો, પશ્ચિમ વિસ્તારના આ કોમ્પલેક્ષમાં 40 કેસ સામે આવતા ફફડાટ

Nilesh Jethva

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!