GSTV
Home » News » ડબલ ભાડુ આપવા છતાં નથી મળી રહ્યાં હેલિકોપ્ટર, ગુજરાતના સીએમ અને કોંગ્રેસની દોડાદોડી

ડબલ ભાડુ આપવા છતાં નથી મળી રહ્યાં હેલિકોપ્ટર, ગુજરાતના સીએમ અને કોંગ્રેસની દોડાદોડી

bjp congress hired helicopters

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ચૂંટણીનો રંગ જામતો જાય છે. રાજકીય પક્ષો વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ હોવાથી ચૂંટણી પ્રચારમાં કોઈ કચાસ ન રહે તે માટે એડવાન્સમાં ચાર્ટર્ડ વિમાન-હેલિકોપ્ટરના બુકીંગ કરી દીધા છે જેના કારણે હાલમાં ગુજરાતના સીએમ વિજય રૃપાણી સહિત કોંગ્રેસ પાર્ટીના ઉચ્ચ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આગામી દસ દિવસ માટે હેલિકોપ્ટર ભાડે મળતા નથી. આમ ચૂંટણીના માહોલ વચ્ચે હેલિકોપ્ટરના ભાડા પણ બે લાખથી વધીને ચાર લાખે પહોંચ્યા છે.

ગુજરાતમાં એર સ્ટ્રીપ ઓછી હોવાને કારણે હેલિકોપ્ટરની બોલબાલા

ભાજપ, કોંગ્રેસ, સહિતના અન્ય રાજકીય પક્ષો અત્યાર સુધી સ્ટાર પ્રચારકો માટે ચાર્ટડ વિમાન-હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા પરંતુ આ વખતની ચૂંટણીમાં નેતાઓ પણ ચૂંટણી ફંડમાંથી હવાઈ મુસાફરી પાછળ કરોડોનું આંધણ કરી રહ્યા છે. ખાસ કરીને હેલિકોપ્ટરનો ઉપયોગ એટલા માટે કરવો પડે છે ગુજરાતમાં એર સ્ટ્રીપ ઓછી છે જેના કારણે નાના શહેરોમાં જવા માટે ફરજિયાત હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો પડે તેમ છે.

મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં હેલિકોપ્ટર ભાડે આપતી હોય તેવી એક પણ કંપની નથી. મોટાભાગની કંપનીઓ મુંબઈ અને દિલ્હી સ્થિત છે. દેશભરમાં ઓપરેશનમાં હોય તેવા ૨૦૦ હેલિકોપ્ટર છે પરંતુ હાલમાં ગુજરાતના સીએમ સહિતના કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પ્રચાર કે કોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હેલિકોપ્ટર મળતા જ નથી. આ હેલિકોપ્ટર ભાજપ, કોંગ્રેસ, એસપી, બીએસપી સહિતના રાજકીય પક્ષોએ એડવાન્સમાં મહિનાઓ અગાઉ ડબલ ભાડા ચુકવી બુકીંગ કરી દીધા છે.

ચાર્ટડ કંપનીઓએ ડબલ ભાડા વસુલી ઘી-કેળા છે

આમ તો સામાન્ય દિવસોમાં હેલિકોપ્ટરનું એક કલાકના ભાડા ૨ થી ૨.૫૦ લાખ સુધી હોય છે પરંતુ કંપનીઓ ચૂંટણીનો ફાયદો ઉઠાવી કલાકના ૩ થી ૪ લાખ ભાડુ વસુલ કરે છે. આમ રાજકીય પાર્ટીઓએ હેલિકોપ્ટર ૫૦ કલાકનું અગાઉથી બુકીંગ કરાવી દીધા છે. જેના કારણે હાલમાં ગુજરાતના સીએમ સહિત કોંગ્રેસના નેતાઓ હેલિકોપ્ટર માટે આમતેમ પુછપરછ કરી રહ્યા છે. બીજી તરફ ચાર્ટડ કંપનીઓએ ડબલ ભાડા વસુલી ઘી-કેળા છે.

Related posts

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah

ડીઆરડીઓએ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળ પરીક્ષણ કર્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!