GSTV
Home » News » ચૂંટણી પ્રચાર હવે હાઈટેક થઈ ગયો, ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હવે કરી રહ્યા છે ટેક્નોલોજીનો આ રીતે ઉપયોગ

ચૂંટણી પ્રચાર હવે હાઈટેક થઈ ગયો, ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હવે કરી રહ્યા છે ટેક્નોલોજીનો આ રીતે ઉપયોગ

gujarat election

લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં ચાલતો ચૂંટણી પ્રચાર હવે હાઈટેક થઈ રહ્યો છે. ત્યારે જામનગરમા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો હાઈટેક પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા. પરંપરાગત પ્રચારના માધ્યમોની સાથે સાથે આધુનિક સાધનો, ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમજ લોકોનું મનોરંજન કરીને મતદાતાને રીઝવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ભાવનગરમાં પ્રચાર માટે જાદુગરની ટીમો તેમજ મહારાષ્ટ્રની ડાન્સની જુદીજુદી ટીમો ઉતારવામાં આવી છે, જે લોકોનું મનોરંજન કરી અને ભાજપનો પ્રચાર કરી રહી છે, સાથે સાથે એલ.ઈ.ડી સ્ક્રીન વાળી ગાડી શહેર અને જીલ્લામાં ફરી ભાજપનો પ્રચાર કરી રહી છે.

તો કોંગ્રેસના ઉમેદવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. એસએમએસ, વોઈસ મેસેજથી મેનીફેસ્ટો લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરે છે. આ રીતે ૧૭ લાખ મતદાતાઓ માંથી ૧૦ લાખ મતદાતાઓ સુધી પહોચવાનો ટાર્ગેટ હોવાનું કોંગ્રેસ અગ્રણી જણાવી રહ્યા છે.

Read Also

Related posts

અલ્પેશ ઠાકોરને લઈને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

શિક્ષણમંત્રી શરમ કરો! સુરતમાં બનેલા અગ્નિકાંડ બાદ ભુપેન્દ્રસિંહનું ભેદી મૌન

Riyaz Parmar

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!