GSTV
Gujarat Government Advertisement

ભરત સોલંકી અને અહેમદ પટેલના ગઢમાં ગાબડાં પાડવા ભાજપ સક્રિય, પક્ષાંતર કરાવવા રચ્યો નવો વ્યૂહ

ભાજપ

Last Updated on June 6, 2020 by Bansari

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોન્ગ્રેસના વધુ ત્રણથી ચાર વિધાનસભ્યને તોડવામાં આવે તેવી સંભાવના હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડયું છે. આ ત્રણ ધારાસભ્યોમાં જમ્બુસર વિધાનસભા બેઠકના ઉમેદવાર સંજય સોલંકી, આણંદ જિલ્લાના આણંદ મતવિસ્તારના ધારાસભ્ય કાન્તિ સોઢાપરમાર અને આણંદ જિલ્લાના જ ઠાસરા મત વિસ્તારના અન્ય સભ્ય કાન્તિભાઈને કોન્ગ્રેસમાંથી ખેંચી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. હવે વિપક્ષી સભ્યોને તેમની કિંમત ચૂકવવા ઉપરાંત તેમના સ્વજનોને સરકારી તંત્રમાં સારા પોસ્ટિંગ આપીને તથા કોન્ગ્રેસ છોડનારાઓને ભવિષ્યમાં કોઈ સરકારી હોદ્દો આપવાની લાલચ આપીને કોન્ગ્રેસ છોડવા લલચાવવાનો વ્યૂહ ભાજપે અપનાવ્યો છે. આ ધારાસભ્યોને ખેંચી લઈને ભાજપ કોન્ગ્રસના નેતા અહમદ પટેલ અને ભરત સોલંકીના ગઢમાં પણ ગાબડું પાડવા સક્રિય થઈ ગયો છે.

કોંગ્રેસી સભ્યોને ખેંચવા ભાજપ સક્રિય

કરજણના અક્ષય પટેલ, કપરાડાના જીતુ ચૌધરી અને મોરબીના બ્રિજેશ મેરઝાને ખેંચી લઈન ેરાજ્યસભાની ચૂંટણીમાં તેમના વિજયને નિશ્ચિત કરી દેવા માગે છે. ઉપરાંત ઉપરોક્ત ત્રણથી ચાર કોન્ગ્રેસી સભ્યોને પણ ભાજપ ખેંચવા સક્રિય છે. કોન્ગ્રેસના આયાતી ધારાસભ્યોને હોદ્દા અને પ્રધાનપદા આપવાને કારણે ભાજપમાં વર્ષોથી સેવા આપતા આવેલા સભ્યોમાં અસંતોષ ન વધે તે માટે ભાજપે કોન્ગ્રેસમાંથી રાજીનામા આપનારા સભ્યોને પ્રધાનપદની ઑફર કરવાને બદલે મોટી રકમ આપીને રાજીનામાં અપાવવાનો અને ત્યારબાદ તેમને રાજકારણને અલવિદા કરી દેવાની ફરજ પાડવાનો વ્યૂહ અપનાવ્યો છે. તેથી જ તેમને રૂા. 15થી 25 કરોડ જેટલી મોટી રકમ ચૂકવી રહ્યા છે.

માંગરોળના બાબુભાઈ વાજાએ તેમને ભાજપ તરફથી રૂા.15 કરોડની ઑફર કરી હોવાનું નિવેદન ઇલેક્ટ્રોનિક મિડીયામાં આપેલું છે. ગુજરાત કોન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સીધો આક્ષેપ કર્યો છે કે ભાજપના શાસકોએ છેલ્લા 25 વર્ષના શાસનમાં આર્થિક તાકાત એટલી વધારી દીધી છે કે તેઓ હવે તે તાકાતનો ઉપયોગ ધારાસભ્યોને ખરીદવા માટે કરી રહ્યા છે. ધારાસભ્યોને દામ આપવા ઉપરાંત દંડવાની વાત કરીને ડારીને તેમને કોન્ગ્રેસમાંથી રાજીનામા આપવાની ફરજ પાડવામાં આવી રહી છે.

કોંગ્રેસ

રાજકારણને અલવિદા કરવાની શરતે અપાઇ મોટી રકમ

બીજુ, અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા કોન્ગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા પછી ચૂંટણીમાં હારી ગયા હતા. હવે જે કોન્ગ્રેસી ધારાસભ્ય રાજીનામાં આપવા તૈયાર થાય અને ચૂંટણી લડવાનો આગ્રહ રાખે તો તેમની સાથે તે રીતે ડીલ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ બહુધા તેમને ચૂંટણી લડવાથી દૂર રહેવાની શરતે જ લેવામાં આવી રહ્યા છે. લૉકડાઉન પૂર્વે કોન્ગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારીના જે.વી. કાકડિયાએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેથી તેમના ચૂંટણી જીતવાની શક્યતા કેટલી છ ેતે જાણી લાવવાની કામગીરી આઈ.બી.-ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને પણ સોંપવામાં આવી હોવાની ચર્ચા છે. તેથી ભાજપ હવે જે કોન્ગ્રેસીઓને રાજીનામા આપીને ખેંચવા માગે છે તેમનેે ચૂંટણી ન લડવાની શરતે અને રાજકારણને અલવિદા કરી દેવાની શરતે જ મોટી રકમ આપવા તૈયાર થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજીનામાં આપનારા કોન્ગ્રેસીઓને ચૂંટણી લડાવ્યા પછી હાર થાય તો ભાજપે તો પૈસા ગુમાવવાની સાથોસાથ બેઠક પણ ગુમાવવી પડી રહી છે. બીજું, ભાજપના ટિકીટથી વંચિત રહેલા સભ્યોનો નેતાગીરી સામેનો અસંતોષ પઁણ વધે છે. તેથી ભાજપ તેમને રાજકારણ છોડી દેવાની શરતે જ કોન્ગ્રેસમાંથી રાજીનામા આપવાની ફરજ પાડી રહ્યો છે.આમ પૈસા ઉપાડો, રાજકારણને અલવિદા કરીને ચાલતી પકડવાની શરત રાખવાનો વ્યૂહ લઈને ભાજપ કોન્ગ્રસીઓના રાજીનામાં લઈ રહ્યો ચે. ત્રણ દાયકા પૂર્વે પક્ષાંતર ધારાની જોગવાઈ કરવામાં આવી તે પછી વિરોધ પક્ષના ધારાસભ્યોને તોડવા માટે તેમના રાજીનામાં લઈ લેવાની પ્રચલિત બનેલી પદ્ધતિને પરાકાષ્ઠા રૂપે ભાજપે આ વ્યૂહ અમલમાં મૂક્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!