GSTV
Home » News » ગુજરાતમાં લોહીયાળ લોકશાહી : સામાન્ય સભા બની તોફાની, પોલીસને પણ પડ્યો તમાચો

ગુજરાતમાં લોહીયાળ લોકશાહી : સામાન્ય સભા બની તોફાની, પોલીસને પણ પડ્યો તમાચો

સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો ઉગ્ર થઇ જતા માહોલ ગરમાયો હતો. જેમાં સભામાં માઇકો અને ખુરશીઓ ઉડી હતી. થોડીવાર પહેલા જ શાંત દેખાઇ રહેલી સભા તોફાની બની ગઇ હતી. જોત જોતામાં વિશ્વયુદ્ધ જેવું વાતાવરણ બની ગયું હતું. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડખ્ખો થતા કોંગ્રેસના કોર્પોરેટર જીતુ રાયકાને પગમાં કાચ વાગ્યો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગઇ હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્યસભા ભારે તોફાની અને હિંસક બની છે. મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણીને લઈને આયોજિત સામાન્યસભામાં લોકશાહી માટે કલંકરૂપ દ્રશ્યો જોવા મળ્યા છે.ભાજપ- કોંગ્રેસના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા છે. સામાન્યસભામાં પોલીસ પહોંચી હતી. અને કેટલાક કોંગી ધારાસભ્યોને પોલીસે એક રૂમમાં ગોંધી રાખ્યા હતા.

સત્તાની સાઠમારી માટે જવાબદાર કોર્પોરેટરો ભાન ભુલ્યા છે. મહાપાલિકાની સામાન્ય સભામાં ખુરશીઓ ઉછળી છે. ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને જોવા મળ્યા. અને સામાન્ય સભા બરખાસ્ત થાય તેવી કોંગી કોર્પોરેટરો માંગ કરી.કોંગ્રેસના 15માંથી 14 કોર્પોરેટર મહાપાલિકાની સામાન્ય સભામાં હાજર હતા.

જોકે કથિત રીતે ગુમ કે અપહરણનો ભોગ બનેલા અંકિત બારોટ મહાપાલિકા કચેરી પહોંચ્યા ન હતા. ભાજપે અંકિત બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ ઓફર કર્યું હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. અંકિત બારોટ પોતાની મરજીથી ભાજપ છાવણીમાં ગયા હોવાનું  પણ સૂત્રો કહી રહ્યાં છે. પરંતુ અંકિત બારોટ સામાન્યસભામાં ન પહોચંતા ક્યાં છે તે સવાલ યથાવત જોવા મળી રહ્યો અંકિત બારોટ ન આવે ત્યાં સુધી સામાન્યસભ બરખાસ્ત કરવાની માંગ ઉઠી છે.

READ ALSO 

Related posts

રાજ્યની આ બેઠકો પર કોંગ્રસની હાર માટે કાર્યકરોની નિષ્ક્રીયતા અને આંતરિક વિખવાદ જવાબદાર

Nilesh Jethva

ગુજરાતમાં અમિત શાહને સૌથી વધુ 8.88 લાખ મત: સૌથી વધુ 5.54 લાખની સરસાઇથી જીત

Bansari

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!