ભાજપ-કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોણે પરિવારવાદને આપી હવા

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી. જેમાં પૂર્વ મુખ્યપ્રદાન બાબુલાલ ગૌર અનેતેમની પુત્રવધૂ કૃષ્ણા ગૌરને પાર્ટીએ ગોવિંદપુરા બેઠક પર ટિકિટ આપી છે. બાબુલાલગૌર આ બેઠક પર પોતાને અથવા પુત્રવધૂને ટિકિટ આપવા જીદે ચઢ્યા હતા. તો ઈંદોર-3 બેઠકપર ભાજપે કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયને ટિકિટ આપી છે. ઈંદોરની મેયરમાલિની ગૌડને ઈંદોર-4 બેઠકની ટિકિટ આપી છે. આ પહેલા ભાજપે 177 ઉમેદવારોની પહેલીયાદી અને બાદમાં 17 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.

તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના 16 ઉમેદવારને ટિકિટ આપી દીધી છે. જેની યાદી પણ કોંગ્રેસે જાહેર કરી દીધી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter