GSTV
Home » News » 14 મહિનામાં જ કુમારસ્વામીની વિદાય, બળવાખોર ધારાસભ્યો અંગે ભાજપ નેતાએ આપ્યું આ નિવેદન

14 મહિનામાં જ કુમારસ્વામીની વિદાય, બળવાખોર ધારાસભ્યો અંગે ભાજપ નેતાએ આપ્યું આ નિવેદન

કર્ણાટક વિધાનસભામાં આખરે લાંબી ચર્ચાના અંતે થયેલા ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામી સરકારનું પતન થયું. કર્ણાટકમાં મુખ્યપ્રધાન કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસ જોડાણવાળી સરકાર પડી ભાંગી. કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ એચડી કુમારસ્વામીએ રજૂ કર્યો હતો. વિશ્વાસ મતના પક્ષમાં 99 વોટ પડ્યા. જ્યારે કે વિરોધમાં 105 વોટ પડ્યા હતા. કુમારસ્વામીને બહુમતી માટે 103 વોટની જરૂર હતી.

ત્યારે હવે એવી ચર્ચા ચાલી રહી છે કે કુમારસ્વામીની સરકાર ઘરભેગી થતા ભાજપની છાવણીમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકની જનતાને નવી વિકાસનો સુરજ ઉગશે તેવી હૈયાધારણા આપી છે. ત્યારે ભાજપનાં કાર્યાલયો પર જીતનો જશ્ન મનાવાયા હતો, તેમજ સરકાર હવે ભાજપની રચાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

જો કે કર્ણાટકનાં ભાજપ નેતા અને ધારાસભ્ય જગદીશ શેટ્ટરે જણાંવ્યું હતું કે, તે બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામા હજું સુધી સ્પીકરે સ્વીકાર્યા નથી. ત્યારે તેમનાં રાજીનામા અંગે સ્પીકર કોઇ નિર્ણય લે ત્યારબાદ જ તેઓ નક્કી કરશે કે ભાજપમાં જોડાવું કે કેમ? હાલમાં સ્થિતી પ્રમાણે અમારી પાસે 105 ધારાસભ્યો છે. તેમજ તે અમારા માટે બહુમતિ છે, અમે રાજ્યની જનતાને સ્થિર સરકાર આપીશુ.

READ ALSO

Related posts

ફરી સત્તામાં આવ્યા બાદ મોદીના સાત વિદેશ પ્રવાસ, નવ દેશોની મુલાકાત અને 14 મહાનુભવો ભારત પધાર્યા

Mayur

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

Mayur

અમેરિકાએ ભારતની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ડીલને મંજૂરી આપી, ટ્રમ્પની જાહેરાતથી ચીન અને પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!