GSTV

કોંગી ધારાસભ્યો રાહુલ ગાંધીને મળ્યાં ત્યારે બસ-સ્ટેન્ડ લાઈનની જેમ ઊભાં રખાયા તેવા દ્રશ્યો : ભાજપ

Last Updated on August 21, 2017 by

ગુજરાત કોંગ્રેસના ૪૩ કોંગી ધારાસભ્યો અને પ્રદેશના વરીષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. કોંગી ધારાસભ્યોની કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત થઇ છે. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વધુમાં વધુ બેઠકો કઇ રીતે મેળવી શકે તેનો કયાસ કાઢવામાં આવ્યો છે.

ગુજરાતની રોમાંચક બનેલી રાજયસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીતમાં મહત્વનો ફાળો આપનારા આ કોંગી ધારાસભ્યોના મનની વાત જાણવાનો પણ પ્રયાસ કરાયો છે. પક્ષમાં સંગઠન સ્તરે અને ચૂંટણીમાં પ્રચાર માટે કઇ રણનીતિ અપનાવવી તેનો પણ મત કોંગી ધારાસભ્યો પાસેથી લેવાની કવાયત થઇ છે. આવતીકાલે આ કોંગી ધારાસભ્યો તિરૂપતિના દર્શને જશે.

તો આ બાજુ દિલ્હીની મુલાકાતે ગયેલા કોંગ્રેસનાં ધારાસભ્યોને લઈને ભાજપે આક્ષેપ કર્યાં છે કે રાહુલ ગાંધી જેટલું ગુજરાતમાં ફરશે એટલો જ ને ફાયદો બીજેપીને છે તેમની તમામ મુલાકાતો એક નાટક છે. 12 દિવસ પછી અતિવૃષ્ટિ માં આવ્યા શ્રદ્ધાંજલિ ના બે શબ્દો પણ નથી બોલ્યા. મતવિસ્તારના જ ધારાસભ્યો ને બંધક બનાવે છે આજે દિલ્હી ખાતે કોંગ્રેસ ના તમામ ધારાસભ્યો ની રાહુલ ગાંધી સાથે મુલાકાત હતી.

જેમાં તમામ ધારાસભ્યો બસ-સ્ટેન્ડ લાઈનમાં ઉભાં રહીને મળી રહ્યાં હોઈ તેના જેવા દ્રશ્યો હતાં જે જન-પ્રતિનિધિઓનુ અપમાન છે.તે તમામ ના મોઢા દાયમના હતા. જાણે એવું લાગતું હતું કે આ ધારાસભ્યો ટિકિટ લેવા લાઈનમાં ઉભા રહ્યા હોય તો બીજી તરફ કોંગ્રસે આક્ષેપ કર્યાં છે કે ભાજપ પોતાનો ઈતીહાસ ભુલી જાય છે. ભાજપને જન પ્રીતીનીધીઓ માટે લાગણી છે. તો મોટી વાત કહેવાય. સારુ છે કે તેમને યાદ આવ્યું. ભાજપે પોતાનાં આગેવાનોનું કેટલુ સન્માન જાળવ્યું છે. તેનો ઇતીહાસ યાદ કરવો જોઈએ.

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!