GSTV
ANDAR NI VAT India News Trending

પોલિટિક્સ / રાજસ્થાનમાં ગેહલોત સામે ભાજપ ક્લીનબોલ્ડ? 60 બેઠકોને થશે સીધી અસર

રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન અશોક ગહલોતે નવા જિલ્લાની ઘોષણા કરીને ચૂંટણી પહેલાં જ ભાજપને ક્લીન બોલ્ડ કરી નાખી છે. નવા જિલ્લાની જાહેરાતથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને રાજકીય લાભ મળવાની શક્યતા છે. ગહલોતે સીકરને સંભાગ બનાવીને જાટલેંડને સાધવાનો પ્રયાસ કર્યો છે. તો જોધપુરના ફલૌદી અને ગંગાપુર સિટી અને અલવરના ખૈરથલને જિલ્લો બનાવવાની સાથે જ જયપુરના શાહપુરા અને કોટપૂતલીને નવા જિલ્લા બનાવાની જાહેરાત કરી કોંગ્રેસે આ સીટ પર જીત નિશ્ચિત કરી છે. વિધાનસભાની 2018ની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ રાજસ્થાનમાં જબરદસ્ત સફળ રહી હતી.


અંદરની વાત મુજબ નવા જિલ્લાની ધોષણાથી સત્તા વિરોધી લહેર ઓછી થશે. ભાજપ આંતરિક કલહને કારણે સત્તા વિરોધી લહેર ઊભી કરવામાં નિષ્ફળ ગયું છે. ગહલોતના 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાતથી સીધી 60 સીટોનો ફાયદો થવાનો છે. પૂર્વી અને મારવાડમાં પણ કોંગ્રેસને ફાયદો થશે. ગહલોતની જાહેરાતથી પ્રદેશમાં જિલ્લાની સંખ્યા વધીને 52 થઈ ગઈ છે.

READ ALSO

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV