GSTV
Ahmedabad Trending ગુજરાત

ચિંતન શિબિર / કોંગ્રેસ-આપના પડકારોનો સામનો કરવા બનાવાશે રણનીતિ, આવતીકાલની બેઠકમાં હાજર રહેશે ભાજપના ટોચના નેતાઓ

ભાજપ

ગાંઘીનગરના કમલમ ખાતે ભાજપ ગુજરાત પ્રદેશની આગામી ચિંતન બેઠક અંગે ચર્ચા કરવામાં આવી હતી. 15 અને 16 મેના રોજ અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ગુજરાત પ્રદેશની ચિંતન બેઠક યોજાશે. આ બેઠકમાં ગત સમય દરમિયાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામની સમીક્ષા કરવામા આવશે. સાથો જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે.

પાટીલ

આ બેઠકમાં રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન અને ગુજરાતના નેતૃત્વ બેઠકમાં આવનાર પડકાર તેમજ આવનાર વિધાનસભા બેઠકમાં ઐતિહાસિક વિજય મેળવવા ચર્ચા કરવામાં આવશે. આ બેઠક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. આ ચિંતન બેઠકમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ કોષાધ્યક્ષ સુધીર ગુપ્તા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા

pratikshah

સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું

Damini Patel

અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને  સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું

pratikshah
GSTV