GSTV
India News ટોપ સ્ટોરી

સીટ શેરિંગ ફોર્મુલા / પંજાબમાં ભાજપ 65 બેઠકો પર લડશે ચૂંટણી, કેપ્ટનના વહાણમાં આટલા લોકો થશે સવાર

પંજાબ

પંજાબમાં ભાજપ, અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને ઢીંઢસાની પાર્ટી સંયુક્ત અકાલી દળની વચ્ચે બેઠક વહેંચણી નક્કી થઈ ગઈ છે. પંજાબની કુલ 117 બેઠકમાં કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને 37 બેઠક અને સુખદેવ ઢીંઢસાની પાર્ટીને 15 બેઠકો ફાળવવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે આ એલાન કર્યું.

પંજાબ

આ દરમિયાન અમરિન્દર સિંહ અને ઢીંઢસા પણ હાજર રહ્યા. આ ગઠબંધન 117માંથી 71 બેઠક પર ઉમેદવારો જાહેર કરી ચુક્યું છે. પંજાબમાં મંગળવારથી ઉમેદવારી ફોર્મ ભરાવવાના શરૂ થઈ રહ્યા છે. જેપી નડ્ડાએ કહ્યું કે પંજાબ સરહદી રાજ્ય હોવાથી સુરક્ષાની દ્રષ્ટીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સારો તાલમેલ જરૂરી છે. અમે સત્તા પર આવીશું તો ડ્રગ્સ, માઈનિંગ અને જમીન માફિયાઓનો ખાત્મો કરીશું.

કેપ્ટન અમરિંદર સિંહે નવજોતસિંહ સિદ્ધુ પર લગાવ્યા ગંભીર આરોપ

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધૂને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું સિદ્ધૂને મંત્રી બનાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભલામણ કરી હતી. તેની અને સિદ્ધૂની કોમન ફ્રેન્ડ મારફત ઈમરાન ખાને સંદેશ મોકલાવ્યો હતો.

સિદ્ધુ

ઈમરાને કહ્યું હતુ કે સિદ્ધૂને તમે પોતાની સરકારમાં લઈ લો.. કામ ન કરે તો કાઢી નાખજો. અમરિન્દરે કહ્યું કે તેઓ આ વાત જાણીને હેરાન થઈ ગયા કે પાકિસ્તાની વડાપ્રધાન સિદ્ધૂના નામની ભલામણ કરી રહ્યા છે. મને કહેવામાં આવ્યું કે સિદ્ધૂની સાથે તેમની દોસ્તી છે. એટલા માટે તેઓ સિદ્ધૂને મંત્રી બનાવવા માંગે છે. જો કે સિદ્ધૂને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

કેપ્ટનનો દાવો છે કે તેમણે આ અંગે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને મેસેજ કરીને તેમનું પણ ધ્યાન દોર્યું હતુ. તેના પર સોનિયા ગાંધીનો કોઈ જવાબ ન આવ્યો. પરંતુ પ્રિયંકાએ કહ્યું કે મૂર્ખ માણસ છે કે જે આવા મેસેજ કરાવી રહ્યું છે. સિદ્ધૂ પર પ્રહાર કરતા કેપ્ટને કહ્યું કે સિદ્ધૂ મંત્રી તરીકે અયોગ્ય અને યુઝલેસ માણસ છે. 70 દિવસમાં મંત્રી તરીકે સિદ્ધૂએ કોઈ ફાઈલ પાસ નહોતી કરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV