GSTV
Home » News » અમિત શાહ શું બોલી ગયા?: ભાજપ સરકારને ભ્રષ્ટાચારમાં No.1 ગણાવી

અમિત શાહ શું બોલી ગયા?: ભાજપ સરકારને ભ્રષ્ટાચારમાં No.1 ગણાવી

આગામી દિવસોમાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહીં છે ત્યારે કર્ણાટકના 2 દિવસના પ્રવાસે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં શાહે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પર પ્રહાર કર્યા હતાં.

તેમણે કર્ણાટકમાં ખેડૂતોની આત્મહત્યા માટે સિદ્ધારમૈયા સરકારને જવાબદાર ઠેરવી હતી. આ દરમ્યાન અમિત શાહે સિદ્ધારમૈયા સરકારનો ઘેરાવ કર્યો હતો. પત્રકાર પરિષદમાં અમિત શાહની જીભ લપસી અને સિદ્ધારમૈયાના સ્થાને યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચારમાં નંબર-1 ગણાવી હતી. બાદમાં કોંગ્રેસે અમિત શાહની આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી અને કોંગ્રેસની સોશિયલ મીડિયાની હેડ દિવ્યા સ્પંદને પણ શેર કર્યુ હતું.

ખરેખર, શાહે સિદ્ધારમૈયા સરકારને ઘેરવા માટે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં શાહે સિદ્ધારમૈયા સરકારની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો ત્યારે શાહે કહ્યું કે, હું ભ્રષ્ટાચાર અંગે કંઇ કહેવા માંગતો નથી, પરંતુ હાલમાં એક જજે ટીપ્પણી કરી છે જે હું તમને જણાવુ છું. સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જજે કહ્યું કે ‘ભ્રષ્ટાચાર માટે સ્પર્ધા થાય તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચારમાં નંબર-1નો એવોર્ડ આપવો પડે.’ અલબત્ત, અમિત શાહ સિદ્ધારમૈયા સરકારનું નામ બોલવા માંગતા હતા પરંતુ ભૂલમાંથી યેદિયુરપ્પાનું નામ નિકળી ગયું.

અમિત શાહની પાસે બેઠેલા નેતાએ યાદ અપાવ્યું

મહત્વનું છે કે, જ્યારે અમિત શાહ આ વાત કહી રહ્યા હતાં ત્યારે તેમની જમણી બાજુ બીએસ યેદિયુરપ્પા બેઠેલા હતા અને ડાબી બાજુ પાર્ટીના એક નેતા બિરાજીત હતાં. અમિત શાહની વાત ધ્યાનથી લોકો સાંભળી રહ્યાં હતાં, પરંતુ શાહના મુખમાંથી સિદ્ધારમૈયાની જગ્યાએ યેદિયુરપ્પાનું નામ નીકળ્યું તો ડાબી બાજુ બેઠેલા એક નેતાએ શાહને ભૂલ વિશે માહિતગાર કર્યા હતાં. તેમણે શાહને કાનમાં પોતાની ભૂલ સુધારવા અંગે કહ્યુ હતું. બાદમાં અમિત શાહે પોતાની ભૂલ સુધારતા કહ્યું કે ‘અરે…ભ્રષ્ટાચાર માટે સિદ્ધારમૈયા સરકારને નંબર-1નો એવોર્ડ આપવો પડે.’

Related posts

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari

પતિની આ ગંદી આદતે ફોર્ટિસની ડોક્ટર સોનમની છીનવી લીધી જીંદગી, એક વર્ષમાં થયુ બધુ જ બર્બાદ

Kaushik Bavishi

કાશ્મીરમાં EDએ આતંકીઓની 6 સંપતિઓ કરી જપ્ત, સૈયદ સલાઉદ્દીન સાથે કનેક્શન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!