GSTV
Home » News » અંક ગણિતના મહારથી અમિત શાહના જાણો ક્યારથી પડ્યા સરવાળા ખોટા

અંક ગણિતના મહારથી અમિત શાહના જાણો ક્યારથી પડ્યા સરવાળા ખોટા

11 ડિસેમ્બર 2018 ભાજપ માટે વર્ષનો સૌથી ખરાબ દિવસ સાબિત થયો છે. કારણે પાંચ રાજ્યોમાં ભાજપનો જે રીતે રકાસ થયો છે. તેનાથી ભાજપને એ વાતની સમજ આવી ગઇ હશે કે અંતે તો જનતા જ જનાર્દન હોય છે. જનતા ધારે તે કરી શકે છે પરંતુ ભાજપના ભૂતકાળ પર નજર કરીએ અને તેમાં પણ ભાજપના અધ્યક્ષ અમિત શાહની કૌશલ્ય અને કૂટનીતિના કારણે ભાજપે અત્યારસુધી ઘણી સફળતાઓ પણ હાંસલ કરી છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહને ચૂંટણીના અંક ગણિતના મહારથી માનવામાં આવે છે. જેનું કારણ છે કે લોકસભા 2014ના અંત પહેલા જ તેને ભાજપના મહાસચિવ બનાવાયા હતા. જે બાદ 2014માં ભાજપની પ્રચંડ બહુમતિથી જીત થઇ. જે પછી 9 જુલાઇ 2014માં અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનાવાયા. જે પછી ભાજપ તેજ વર્ષે યોજાયેલી તમામ વિધાનસભાની ચૂંટણી જીત્યુ હતું. આ પહેલા બિહાર અને દિલ્હીમાં ભાજપનો વિજય રથ રોકાયો હતો.

2016માં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ માત્ર એક રાજ્યમાં જીતી શક્યુ હતું. જો કે 2017 ભાજપ માટે સારું રહ્યુ.તમામ વિરોધો છતા ભાજપે ન માત્ર ગુજરાતમાં ફતેહ કર્યુ. પરંતુ સાતમાંથી 6 રાજ્યોમાં જીત નોંધાવીને સરકાર બનાવી. પરંતુ વર્ષ 2018ના અંત સુધીમાં ભાજપને જાણે શ્વાસ ચઢવા લાગ્યો હોય તેવી સ્થિતી છે.

વર્ષ 2014ની ચૂંટણી પછી ભાજપે અમિત શાહની અધ્યક્ષતામાં હરિયાણા ઝારખંડ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ થઇ. તમામમાં ભાજપની જીત થઇ. જ્યારે કે જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે મળીને સરકાર રચી જે આ વર્ષના મધ્ય ગાળા સુધી ચાલી 2015માં બિહાર દિલ્હી વિધાનસભામાં ભાજપ ન ફાવ્યુ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠક પર જીત મેળવી. જ્યારે બિહારમાં નીતિશ અને લાલુની રાષ્ટ્રીય જનતા દળએ સાથે મળીને ચૂંટણી લડીને ભાજપને હરાવ્યુ હતું. જો કે વર્ષ 2017માં નીતિશે પલટી મારીને ભાજપ સાથે ગઠબંધન કરી લીધુ. જેથી હાલમાં જેડીયૂ ભાજપની ગઠબંધન સરકાર છે

વર્ષ 2016માં કુલ પાંચ વિધાનસભાની ચૂંટણી યોજાઇ. જેમાં માત્ર પૂર્વોતરના અસમમાં જ ભાજપની જીત થઇ. જેથી પૂર્વોતર રાજ્યમાં પહેલીવખત ભાજપની સરકાર બની. જ્યારે કે અન્ય ચાર રાજ્યો તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 2017માં સાત રાજ્યોમાં ચૂંટણી યોજાઇ. જેમાં સૌથી મહત્વનું ગુજરાત હતું. કારણ કે મોદી અને અમિત શાહ બનેની શાખનો સવાલ હતો. જો કે ગુજરાતમાં ભાજપે સરકાર તો બનાવી. પરંતુ ભાજપની બેઠકોનો આંકડો 99 પર સીમિત કરી નાખ્યો. તો ભાજપે ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પ્રચંડ બહુમતિથી સરકાર બનાવી. તો ગોવા અને મણિપુરમાં અમિત શાહના કૌશલ્યના કારણે ગઠબંધનની રાજનીતિ કરીને સરકાર રચવામાં આવી. તો પંજાબમાં ભાજપ અને અકાળી દળના ગઠબંધનને હરાવીને કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી

વર્ષ 2018ની શરૂઆતમાં ભાજપે ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી. તો ત્રિપુરમાં ભાજપે પોતાના દમખમ પર સરકાર રચી. તો બીજા બે રાજયોમાં ગઠબંધ સરકાર રચીને પૂર્વોતરમાંથી કોંગ્રેસની વિદાયને નિશ્ચિત કરી નાખી. વર્ષના મધ્યમાં કર્ણાટકમાં ભાજપે જોડતોડ કરીને સરકાર બનાવી પરંતુ આ ગઢ ધસી ગયો. હવે ત્યાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર છે.

Related posts

સોનિયા ગાંધી આ કોંગ્રેસના નેતા પર થયા જોરદાર નારાજ, આખરે નેતાએ આ ખુલાસો કરવો પડ્યો

Bansari

બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી નહીં મળે, આ રાજ્યે જાહેર કર્યો નિર્ણય

Arohi

દક્ષિણ ગુજરાતની દિવાળી બગાડશે વરસાદ, આ દરિયામાં બની લો પ્રેશર સિસ્ટમ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!