GSTV
Home » News » વાસ્તુ દોષ જણાતાં બીજેપીએ બદલી સ્મૃતિ ઇરાનીના સ્ટેજની દિશા, અત્યાર સુધી હાર્યા હતા બધા

વાસ્તુ દોષ જણાતાં બીજેપીએ બદલી સ્મૃતિ ઇરાનીના સ્ટેજની દિશા, અત્યાર સુધી હાર્યા હતા બધા

લોકસભા ચૂંટણીમાં ભાજપા કોઇપણ જાતનું રિસ્ક લેવા તૈયાર નથી. હવે તો સભાઓનાં સ્ટેજ પણ વાસ્તુદોષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આવી જ એક બાબત પાલમપુરમાં જાણવા મળી છે. પાલમપુરના ગાંધી મેદાનમાં ભાજપાની સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાનીની સભા માટે વાસ્તુદોષ જણાતાં સ્ટેજની જગ્યા બદલી નાખવામાં આવી.

અત્યાર સુધી બીજેપીની જેટલી પણ ચૂંટણીઓમાં પાણીની ટાંકી બાજુ સ્ટેજ બનાવવામાં આવ્યું છે, ત્યારે બીજેપી ચૂંટણી હારી છે. એટલે હવે સ્મૃતિ ઇરાની નવા સ્ટેજ પરથી સભા સંબોધશે. 2012ની ચૂંટણીમાં સુષ્મા સ્વરાજે આ મેદાનમાં પહેલાંની જગ્યાએથી સભા સંબોધી હતી. એ સમયે બીજેપીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ શર્મા હારી ગયા હતા.

વર્ષ 1998ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના સ્વર્ગીય વિનોદ ખન્નાએ પણ આ જ સ્ટેજ પરથી સભા સંબોધી હતી અને ભાજપાના ડૉ. શિવ કુમાર ચૂંટણીમાં હારી ગયા હતા. એટલું જ નહીં, 2017ની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે પણ સ્ટેજની દિશા બદલાવી દીધી હતી અને આશીષ બુટેલ પાલમપુરથી ચૂંટણી જીતી ગયા હતા.

એટલું જ નહીં, ભાજપાએ 2014માં લોકસભા ચૂંટણીમાં શહીદ વિક્રમ બતરા મેદાનમાં પીએમ મોદીની સભા માટે વાસ્તુદોષ જણાતાં સ્ટેજની દિશા બદલી નાખી હતી અને શાંતા કુમાર જીતી ગયા હતા. હવે બીજેપીની સ્મૃતિ ઇરાનીના સ્ટેજની દિશા બદલવામાં આવી છે.

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

અંગ્રેજીમાં કરી ભાષણની શરૂઆત: PM મોદી બોલ્યા- આજે બે મહાન લોકશાહીની દોસ્તીનો દિવસ છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!