GSTV
Home » News » નાકિયાની ભાજપના આ કદાવર નેતા સાથે થઈ ટપાટપી, થઈ ગયો હતો ગરમ માહોલ

નાકિયાની ભાજપના આ કદાવર નેતા સાથે થઈ ટપાટપી, થઈ ગયો હતો ગરમ માહોલ

ભાજપ અને કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. જસદણ એ ભાજપનો ગઢ હતો. કુવરજી બાવળિયા વર્ષોથી આ સીટ પરથી જીતતા આવ્યા છે. જેઓએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાતાં આ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે તો ભવ્ય રેલીની તૈયારીઓ કરી લીધી છે. સીએમ પણ જસદણ પહોંચી રહ્યાં છે. ભાજપ હાલમાં ગેલમાં આવી ગયું છે. જસદણમાં ભાજપે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી દીધા છે.

અવસર નાકિયા પર બાવળિયા પડ્યા ભારે

5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને પછડાટ બાદ આજે કોંગ્રેસ પાસે જસદણમાં હરાવવાની તક ગુમાવી દીધી છે. ગુરું અને ચેલાની લડાઇમાં અવસર નાકિયા પર બાવળિયા ભારે પડ્યા છે. આજે રિઝલ્ટ હવે થોડા સમયમાં આવી જશે પણ કોંગ્રેસના કદાવર નેતાની આબરૂની ધૂળધાણી થઈ ગઈ છે. કોંગ્રેસના ગઢમાં ભાજપે આબરૂની ધૂળધાણી કરી દીધી છે.

જસદણ પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે જસદણની પેટાચૂંટણીની જંગમાં કોણ જીતે એના ઉપર લોકોની મીટ મંડાણી છે. જોકે, કુંવરજી બાવરિયા અને અવસર નાકિયાના સમર્થકો મતગણતરી સેન્ટર ઉપર પહોંચી ગયા હતા. જ્યારે બંને નેતાઓ ઉપર સ્થળ ઉપર પહોંચ્યા હતા. અન્ય સમર્થક નેતાઓ પણ મતગણતરી મથકે પહોંચ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી પણ થઇ હતી.

મતગણતરી કેન્દ્ર પર બીજેપી-કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થઇ

મતગણતરી કેન્દ્ર પર બીજેપી-કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થઇ છે. અવસર નાકિયા અને ભરત બોઘરા વચ્ચે ચકમક થઇ છે. ભાજપ-કોંગ્રેસના જીતના દાવાને લઈને શાબ્દીક ટપાટપી થતા માહોલ ગરમ થયો છે. મળતી માહિતી પ્રમાણે ભાજપના નેતા ભરત બોધરા અને કોંગ્રેસના નેતા અવસર નાકિયા આજે રવિવારે સવારે મતગણતરી મથકે પહોંચ્યા હતા. જોકે, કોઇકારણ સર ભરત ભોધરા અને અવસર નાકિયા આમને સામને આવી ગયા હતા. તેમજ શાબ્દીક ટપાટપી થતા માહોલ ગરમ થયો છે

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!