GSTV
Home » News » BREAKING: ગુજરાતની 15 લોકસભા સીટ માટે ભાજપનાં ઉમેદવારો જાહેર

BREAKING: ગુજરાતની 15 લોકસભા સીટ માટે ભાજપનાં ઉમેદવારો જાહેર

લોકસભા ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ભાજપનાં નેતા અને કેન્દ્રિય ચૂંટણી સમિતીનાં ચેરમેન જગત પ્રકાશ નડ્ડાએ આજે પાંચમી યાદી બહાર પાડી હતી. ગોવા, મધ્યપ્રદેશ અને ગુજરાતની લોકસભા સીટો માટે આજે ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની 26 પૈકી એક સીટ ગાંધીનગર માટે અમિત શાહનાં નામની અગાઉ જાહેરાત બાદ વધુ 15 લોકસભા બેઠકો પર મુરતિયાનાં નામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત માટે જાહેર કરેલી બીજી યાદીમાં મોટા ભાગનાં સીટીગ એમપી(વર્તમાન સાંસદો)ને રીપીટ કરવામાં આવ્યા છે. એકલ-દોકલ સાંસદોને બાદ કરતા તમામને રિપીટ કરાયા છે. આજની ભાજપની યાદીમાં ગુજરાતનાં ઉમેદવારોનાં નામ આ રીતે છે. જો કે આજે બિનવિવાદીત 15 બેઠકો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જે બેઠકો પર વિવાદ અને ગુંચવણભરી સ્થિતી છે. તેવી બેઠકોનાં નામની જાહેરાત હજુ બાકી છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ અનુસુચિત જાતી માટે અનામત છે. આ સીટ પરથી વર્તમાન સાંસદ અને મોદી સાહેબની ગુડબુકમાં સ્થાન મેળવનારા વર્તમાન સાંસદ અને વ્યવસાયે તબીબ એવા ડો.કીરીટ સોલંકીને પુન:જીવતદાન અપાયું છે. અમદાવાદ શહેરમાં બે લોકસભા સીટ આવેલી છે. નવા સીમાંકન બાદ 2008માં અસ્તિત્વમાં આવેલી આ સીટ પર 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી.

2014ની સામાન્ય ચૂંટણીમાં વડોદરા સીટ પરથી નરેન્દ્ર મોદી વિજેતા જાહેર થયાં હતાં. જો કે વારાણસી અને વડોદરા સીટ પર નરેન્દ્ર મોદી વિજેતા થયાં હતાં. તેથી નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ પરથી સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટ વિજેતા થયાં હતા. જો કે આજે ફરીથી રંજન બહેન ભટ્ટ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

કચ્છ- ડૉ. વિનોદ ચાવડા

સાબરકાંઠા-દીપસિંહ રાઠોડ

જામનગર-પૂનમ માડમ

રાજકોટ મોહન કુંડારિયા

ભાવનગર-ભારતીબેન શિયાળ

દાહોદ-જસવંતસિંહ ભાભોર

બારડોલી-પ્રભુભાઈ વસાવા

નવસારી-સીઆર  પાટીલ

વલસાડ-કેસી પટેલ

ભરૂચ મનસુખ વસાવા

અમરેલી- નારણ કાછડિયા

ખેડા- દેવુસિંહ ચૌહાણ

સુરેન્દ્રનગર – મહેન્દ્ર મુંજપરા

આ સાથે જ ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ થવાની છે. જે માટે પણ 3 નામોની જાહેરાત કરવામાં આવી છે.

READ ALSO 

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!