GSTV
Home » News » ‘મને આશિર્વાદ આપો કે હું મોટી ગુંડી બનું’, યુપીમાં બીજેપી મહિલા ઉમેદવારના બગડ્યા બોલ: Video

‘મને આશિર્વાદ આપો કે હું મોટી ગુંડી બનું’, યુપીમાં બીજેપી મહિલા ઉમેદવારના બગડ્યા બોલ: Video

Sanghamitra Maurya

યોગી આદિત્યનાથ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મોર્યની દિકરી અને બદાયુ લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર સંધમિત્રા મોર્યાએ ચૂંટણી સભામાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જન સભાને સંબોધીત કરતા જણાવ્યું કે, ‘જો લોકસભા ચૂંટણી સમયે તમારી વચ્ચે કોઈ દાદાગિરી કરવા આવે, ગુંડાગર્દી કરવા આવે છે તો તમે તેનાથી ડરો નહીં કારણ કે એ ગુંડાઓથી પણ મોટી ગુંડી સંઘમિત્રા મોર્યા બની જશે. જો કોઈએ તમારા માન સન્માન અને સ્વાભિમાન સાથે ચેડા કરવાનો પ્રયત્ન કર્યો તો સંઘમિત્રા તેનાથી પણ મોટી ગુંડી બની જશે. ’ 

2019 લોકસભા ચૂંટણી દ્વારા સત્તા સુધી પહોંચવા માટે બીજેપી નેતા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. સંઘમિત્રાએ જણાવ્યું કે, તમારો આશીર્વાદ મને આપો. જો તમારી વચ્ચે કોઈ ગુંડાગર્દી કરે તો તે ગુંડાઓથી પણ મોટી ગુંડી સંઘમિત્રા બનીને બતાવશે. સંઘમિત્રાનું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.   

જાણો કોણ છે સંઘમિત્રા મોર્ય

બીજેપી લોકસભા ઉમેદવાર સંઘમિત્રા મોર્ય યુપી સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મોર્યની દિકરી છે. સ્વામી પ્રસાદ મોર્ય બીજેપી પહેલા બીએસપીમાં હતા. સંઘમિત્રા મોર્ય એક રાજનીતિક પરિવાર સાથે જોડાયેલા છે. આ પહેલા તે વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં મૈનપુરી સીટથી મુલાયમ સિંહ યાદવના વિરુદ્ધ ઉભા રહી ચુક્યા છે. પરંતું તે ચૂંટણી હારી ગયા. હવે ફરી એક વખત સંઘમિત્રા પર દાવ રમવામા આવી રહ્યો છે.

Read Also

Related posts

સરહદ પર જોવા મળતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાને મળી મંજૂરી

Arohi

કોંગ્રેસને પોતાનો મત આપીને વ્યર્થ ના કરો, ભાજપ-શિવસેના મજબૂત થશે

Arohi

મહારાષ્ટ્ર: ચંદ્ર પર રૉકેટ મોકલવાથી દેશના યુવાનોનુ પેટ ભરાશે નહીં: રાહુલ ગાંધી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!