GSTV
Home » News » ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા

ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા

ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે.ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર તરીકે વિદેશપ્રધાન એસ. જયશંકરનું નામ ફાઇનલ થઇ ગયું છે. મંગળવારે એસ. જયશંકર વિજય મુહૂર્તમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરશે.

જો કે ઉમેદવારીપત્રક ભરતા પહેલા એસ. જયશંકર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે જયશંકર પૂર્વ વિદેશ રહી ચૂક્યા છે અને મોદી સરકારની પ્રથમ ટર્મમાં વિદેશ નીતિને આકાર આપવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. ભાજપ દ્વારા બીજા ઉમેદવાર માટે જુગલ ઠાકોર સહિત અનેક નામોની અટકળો થઇ રહી છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ બીજા ઉમેદવારના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે.

રાજ્યસભાની એક બેઠક પર ભાજપ દ્વારા મહેસાણાના સામાજિક કાર્યકર જુગલ ઠાકોરને ટિકીટ આપવામાં આવે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જુગલ ઠાકોરને ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવા માટે ફોન આવ્યો છે, આથી જુગલ ઠાકોર મંગળવારે વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે જુગલ ઠાકોર ભાજપના પાયાના કાર્યકર છે. હાલમાં તેઓ કોળી વિકાસ બોર્ડના ડિરેક્ટર છે. તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ છે. જુગલ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં મહેસાણા અથવા તો પાટણ બેઠક પરથી ટિકીટની માંગણી કરી હતી. પરંતુ તેમને ટિકીટ મળી નહોતી. જો કે હાઇકમાન્ડ હવે તેમને રાજ્યસભામાં મોકલી શકે છે. જુગલ ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી છે. તેમજ તેઓ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur

ગુજરાતની પાંચ GIDC પોલ્યુટેડ જાહેર, આ રાજ્યની જીઆઈડીસી સૌથી વધારે ફેલાવે છે પ્રદૂષણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!