GSTV
Election Analysis 2022 Gujarat Election 2022 Sabarkantha Trending ગુજરાત

ભેંસ ભાગોળે છાશ છાગોળેને ઘરમાં ધમાધમ, રમણ વોરાને મંત્રી જ બનવું છે, અધ્યક્ષ નહીંઃ ભાજપના નેતાને જીત્યા પહેલા મંત્રી પદના ઓરતા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જામ્યો છે. ભાજપ એક માત્ર વડાપ્રધાન મોદીના નામે ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણીમાં બાકીના મુદ્દાઓના હવાતિયાં નીકળી જતાં ભાજપ હોય કે કોંગ્રેસ કોઈની પાસે ચૂંટણી જીતી શકે તેવો મુદ્દો નથી. મોદીના નામે જ ભાજપ ગુજરાતી મતદારો પાસે જઇ મત માંગી રહી છે.

ચૂંટાયા પહેલાં કેટલાક ધારાસભ્યોને મંત્રી બનવાના સપનાં

સરકાર સામે એન્ટિઈન્કમ્બસીનો માહોલ હોવાથી પોતાના દમ પર જીતી શકે તેવા ઉમેદવારોની ભાજપમાં અછત છે ત્યાં ચૂંટાયા પહેલાં કેટલાક ધારાસભ્યોને મંત્રી બનવાના સપનાં આવવા લાગ્યા છે. ઇડરમાં પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર રમણ વોરા અત્યારથી સમર્થકોને રહી રહ્યા છેકે, ચૂંટણી જીતીશ તો મંત્રી બનવાનું મારું નક્કી છે.

વિધાનસભામાં અધ્યક્ષ બનાવીને સાઇડલાઇન કરી દેશે

બીજી તરફ રાજકીય પંડિતો માની રહ્યા છે કે, રમણ વોરા જીતે તો પણ ભાજપ વિધાનસભામાં અધ્યક્ષ બનાવીને સાઇડલાઇન કરી દેશે. રમણ વોરાને તો ચૂંટણી પહેલાં જ ચિંતા થઇ છે કે, હું મંત્રી બનીશ કે પછી અધ્યક્ષ? પણ ઇડરના મતદારો તો રમણ વોરાને ઘેર બેસાડવાનું નક્કી કરી ચૂક્યા છે. વોરાને ટિકિટ મળવાના ઠેકાણા નહોતા અનેક વિવાદો બાદ ટિકિટ કન્ફર્મ થઈ છે પણ વોરા જીત્યાં પહેલાં જ મંત્રી બનવાના સપનાં જોઈ રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મુક્ત વેપાર સમજૂતી આ તારીખે લાગુ થશે

Kaushal Pancholi

ઓક્ટોબરના અંતે નાણાકીય ખાધ વધી: કોર સેક્ટરના ઉત્પાદનના વૃદ્ધિ દરમાં ઘટાડો

Padma Patel

હવામાન વિભાગની આગાહી/ સ્વેટરો કાઢી રાખજો, ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે

HARSHAD PATEL
GSTV