GSTV
India News ટોપ સ્ટોરી

UP BJP CANDIDATE LIST: યુપીમાં ભાજપે 107 બેઠકોમાંથી 21 ધારાસભ્યોનાં પત્તા કાપી નાખ્યા, નવા ચહેરાને આપવામાં આવી જગ્યા

ભાજપ

યુપી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટે 105 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોરખપુર અને કેશવ પ્રસાદ મૌર્યને સિરાથુ વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે શનિવારે દિલ્હીમાં બીજેપીના કેન્દ્રીય કાર્યાલયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી. પ્રધાને જણાવ્યું કે પ્રથમ અને બીજા તબક્કા માટે જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં 21 ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડશે. 107 બેઠકોમાંથી 21 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જણાવી દઈએ કે અગાઉ સપા 29, બસપા 53 અને કોંગ્રેસ 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચૂકી છે.

પ્રધાને કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં યોગી સરકારે ગુંડારાજ પર નકેલ કસી છે. યુપી ગુંડારાજ અને ભ્રષ્ટાચારથી મુક્ત થઈ ગયું છે. યુપીમાં એરપોર્ટ બની રહ્યા છે, મેડિકલ કોલેજો બની રહી છે. તેમણે કહ્યું કે યુપી ચૂંટણીમાં ભાજપ 300થી વધુ સીટો પરથી જીતશે.

પ્રધાને કહ્યું કે કલ્યાણકારી સરકાર અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે કહ્યું કે પાર્ટીમાં દરેક લોકો ભાગ લઈ રહ્યા છે. મંત્રીઓ અને ધારાસભ્યોના પક્ષ છોડવાના સવાલ પર તેમણે કહ્યું કે ઘણા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. પ્રધાને કહ્યું કે સાંજ સુધીમાં લખનૌમાં આજે વધુ કેટલીક જાહેરાત થશે.

યુપીમાં 10 ફેબ્રુઆરીથી 7 તબક્કામાં 403 વિધાનસભા બેઠકો સાથે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. પ્રથમ તબક્કા હેઠળ 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ અને 7મો તબક્કો 7 માર્ચે યોજાશે. યુપીમાં ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 14 મે 2022 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં 14 મે પહેલા વિધાનસભા અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

યુપીમાં ચૂંટણી પશ્ચિમ યુપીથી શરૂ થઈ રહી છે, જ્યાં ખેડૂતોના આંદોલન અને SP-RLD ગઠબંધનના કારણે પડકાર છે. એટલું જ નહીં પ્રથમ તબક્કામાં જે 58 બેઠકો પર મતદાન થશે તેમાંથી 54 ભાજપના ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં પ્રથમ તબક્કો ભાજપ માટે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

READ ALSO

Related posts

પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર

GSTV Web Desk

મોટા સમાચાર/ ભૂપેન્દ્ર પટેલ સરકાર આંદોલનો પૂરા કરવાના મૂડમાં, આ કર્મચારીઓનો વધશે હવે પગાર

pratikshah

ચૂંટણી પહેલા ભાજપની 7 રાજ્યોમાં દલિત કાર્ડની ચાલ, 8 મંત્રાલયોના ભંડોળમાંથી મોદી સરકારે 950 કરોડનું ફંડ ટ્રાન્સફર કરી દીધું

Damini Patel
GSTV