GSTV
Gujarat Election 2022 Panchmahal ગુજરાત ટોપ સ્ટોરી

પંચમહાલ / ભાજપ ઉમેદવાર જેઠા ભરવાડે મતદારોને આપી ખુલ્લી ધમકી, જુઓ વિડીયો

પંચમહાલ જિલ્લાની શહેરા બેઠકના  ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર દરમ્યાન તેઓ મતદારોને કહી રહ્યા છે કે, અત્યારે તમારે જેમ કરવું હોય એમ કરો. પરંતુ આઠ તારીખ પછી મારી વારી શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું કે, તમારે જ્યાં વોટ નાખવા હોય ત્યાં નાખો તેની છૂટ છે. મને કંઈ ફરક પડવાનો નથી. પરંતુ આઠ તારીખે જ્યારે રિઝલ્ટ આવે પછી મારો વારો શરૂ થશે. વર્ષ 2027 સુધી જેઠા ભરવાડ ધારાસભ્ય છે અને રહેશે. તેમ જેઠા ભરવાડ મતદારોને કહી રહ્યા હોય તેવો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે  જેઠા ભરવાડ મતદારોને ધમકી આપી રહ્યા છે. આઠ તારીખ પછી મારો વારો શરૂ થશે તેવું નિવેદન આપી જેઠા ભરવાડ શુ સાબિત કરવા માગે છે. શુ મતદારોને જેઠા ભરવાડ ડરાવી રહ્યા છે ? શુ જેઠા ભરાવડ મતદારો સાથે દાદાગીરી કરી રહ્યા છે ?  કે પછી મતદારોને ધાક ધમકી આપી ડરાવી ધમકાવીને મત માંગી રહ્યા છે. 

Related posts

સુરતમાં આરોગ્ય વિભાગ-PNDTની ટીમે ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપી પાડ્યો

Hardik Hingu

વડોદરામાં લવ જેહાદ / મહંમદે એક સંતાનની માતાને ફસાવી, દરગાહનું પાણી પીવડાવી, ધર્મ પરિવર્તન કરાવી દુષ્કર્મ આચર્યું

Nakulsinh Gohil

પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર

Vushank Shukla
GSTV