GSTV
Home » News » દિલ્હીમાં ગૌતમ ગંભીર સામે કોર્ટમાં થયો કેસ, ચૂંટણીમાં થઈ શકે છે મુશ્કેલી

દિલ્હીમાં ગૌતમ ગંભીર સામે કોર્ટમાં થયો કેસ, ચૂંટણીમાં થઈ શકે છે મુશ્કેલી

પૂર્વી દિલ્હીથી આમ આદમીની ઉમેદવાર આતિશીએ બીજેપીના ઉમેદવાર ગૌતમ ગંભીરની સામે દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે ગંભીરની પાસે રાજેન્દ્ર નગર અને કરોલબાગનું ચૂંટણીકાર્ડ છે.
આતિશીએ કહ્યું કે આ એક ગુનાહિત કેસ છે અને ગંભીરને તાત્કાલિક અયોગ્ય જાહેર કરવો જોઈએ, તેમણે કહ્યું કે અમે આ મામલે ગંભીરની સામે તીસ હજારી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

gautam gambhir bjp

આતિશીએ આરોપ લગાવ્યો કે ગંભીર પાસે બે આઈડી કાર્ડ હોવાથી તેમને એક વર્ષની જેલનો સામનો કરવો પડી શકે છે.
આતિશીએ તેમના ટ્વીટમાં લખ્યું- મારો પૂર્વીય દિલ્હીના લોકોને અનુરોધ છે કે તેમનો મત બરબાદ ન કરે. તે (ગંભીર) થોડા દિવસોમાં જ અયોગ્ય જાહેર થશે. આ કેસમાં અરવિંદ કેજરીવાલે પણ ગંભીરને મત ન આપવા માટે અપીલ કરી છે. આ મામલે હજુ સુધી ગંભીરની પ્રતિક્રિયા આવી નથી.

READ ALSO

Related posts

અમે જે બેઠકો પર જીત્યા છે,ત્યાં દીદીનાં ગુંડા હિંસા કરશે: બંગાળનાં આ નેતાનું મોટું નિવેદન

Riyaz Parmar

ભાગેડુ વિજય માલ્યાને લંડનમાં સણસણતો તમાચો, કોર્ટે કહ્યું આટલા દિવસમાં…

Riyaz Parmar

મોદી સહિત એનડીએ નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, સરકાર રચવા દાવો રજુ કર્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!